ગરીબોની જમીન પાછી આપોની માંગ સાથે દિવાળીના દિવસે ધરણાં કરાયા

Vyara - latest vyara news 040536

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:05 AM IST
વ્યારા નગરપાલિકા શાસક પક્ષ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો સાથે થતો ઘોર અન્યાય થઈ રહ્યો છે. જેના પગલે અગાવ ધરણાં અને સામાન્ય સભામાં વિરોધ કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા ગત ૮/૧૧/૧૮ ના રોજ નવા વર્ષ દિવસે વ્યારા શહેર કોંગ્રેસ દ્વારા પ્રતિક ધારણા કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષારભાઈ ચોધારી. વ્યારા વિધાનસભાના ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાધવ, વ્યારા ન.પ.વિરોધપક્ષનેતા નિરવભાઈ અધવર્યું સહિત વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વ્યારા નગરપાલિકા કેટલાક સમયથી અવારનવાર વિવાદોમાં આવી રહી છે .ગત થોડા સમય પહેલા વ્યારા નગર પાલિકાની હદ વિસ્તારમાં ઘણી બધી જમીનો કે જે પડતર હતી અને ભૂતકાળમાં જયારે નગરપાલિકાની હદમાં જે-તે વિસ્તરોના લોકો આ જમીનોમાં નાના મોટા મકાનો બાંધી રહેતા હતા ત્યારે નગર પાલિકા દ્વારા આ વિસ્તરના લોકો પ્રાથમિક સુવિધા મળે એ માટે ઘર નંબરો પણ ફાળવવામાં આવ્યા હતા. નગર પાલિકાની હદમાં આવા વિસ્તારોમાં કેટલાય લોકો તો છેલ્લા 40-50 વર્ષથી જગ્યા પર સ્થાયી થયા હતા. જે પાલિકાના રેકોર્ડ ઉપર પર વિગતો મળી આવે છે. વર્ષોથી વેરા પાવતી તેમના કૌટુંબિક નામો જ ચાલતા આવે છે. અને વર્ષોથી સ્થાયી લોકોને ભવિષ્યમાં સરકારની કોઈ યોજના આવે તો કબજા આધારે ફાયદો મળે એમ છે.

જોકે આ વર્ષે વ્યારા પાલિકા દ્વારા જેવેરા પાવતી આપવામાં આવી છે. તેમાં જે ઘર મલિકના નામો આવતા હતા તેની જગ્યાએ નામદાર સરકારનું નામ લખી વર્ષો જુના કબજેદારને દબાણકર્તાઓ તરીકે દર્શવવામાં આવ્યા હતા. જે-તે વિસ્તારના નાગરિકો માટે ખુબ જ અન્યાય કરતા છે. કેટલીક જગ્યાએ તો મકાન માલિક છે, તેમના બદલે પણ નામદાર સરકારનું નામ દાખલ કરવામાં આવ્યું છે. તેમજ વ્યારા પાલિકા દ્વારા ગરીબ અને માધ્યમ વર્ગના લોકોને હેરાન કરવાના હેતુસર મકાન માલિકના જગ્યાએ દબાણકાર તરીકે દર્શાવ્યા છે. જેનો વિરોધ કરી તાકીદે પુનઃ માલિકો બનાવે એવી માંગ કરી છે. સાથે થોડા દિવસ પહેલા વ્યારા પાલિક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાં અને વિરોધ પક્ષ દ્વારા સામાન્ય સભામાં કપડાં કાઢીને પણ વિરોધ કર્યો હતો. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે દીવાળીના દિવસે પણ પ્રતિક ધરણાં કરી કોંગ્રેસ અને વિરોધ પક્ષ પાલિકાએ વિરોધ યથાવત રખાયો હતો.

દીવાળીએ વ્યારા પર ધરણામાં બસેલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો.

ન્યાય મળે ત્યા સુધી વિરોધ ચાલુ રખાશે

જ્યાં સુધી અમને હક્ક ન મળે ત્યાં સુધી વ્યારા પાલિકા ખાતે અવારનવાર વિરોધ ચાલુ જ રહેશે. નિરવભાઈ અધવર્યું, વિરોધ પક્ષ નેતા વ્યારા પાલિકા

X
Vyara - latest vyara news 040536
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી