તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિકાસ પામવો હોય તો શિક્ષણ મેળવો: કુંવરજીભાઇ હળપતિ

વિકાસ પામવો હોય તો શિક્ષણ મેળવો: કુંવરજીભાઇ હળપતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધુનિકસમય સાથે તાલ મિલાવવો હશે તો શિક્ષણ વગર ચાલશે નહિ. શિક્ષણ વિકાસ માટેની પ્રાથમિક શરત છે. વિકાસનાં સોપાનો સર કરવા માટે શિક્ષણ મેળવવું પડશે. એમ, રાજ્યના જમીન વિહોણા ખેતમજૂરો, હળપતિઓને ગ્રામ નિર્માણ બોર્ડના અધ્યક્ષ કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું. વ્યારા તાલુકાના કાંજણ પ્રાથમિક શાળા અને કપૂરા હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે રાજય સરકાર દ્વારા સૌને સારૂં અને ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે માટે લેવામાં આવી રહેલા અનેકવિધ પગલાં અંગે વિગતે જાણકારી આપી તેમણે વિદ્યાર્થીઓને પોતાનું ધ્યેય નક્કી કરી ધ્યેયને સાકાર કરવા માટે કઠોર પરિશ્રમ કરવા માટે જણાવ્યું હતું.

ઉપરાંત તેમણે રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી શિક્ષકોની ભરતી, આચાર્યોની ભરતી તેમજ માળખાકીય સુવિધાઓ અંગે પણ વિગતે છણાવટ કરી હતી. કપૂરા હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના ઉપપ્રમુખ રમેશભાઇ ભકતે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી બાળકોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિ અને અન્ય મહાનુભાવોએ કુમ કુમ તિલક કરી દફતર અને પાઠયપુસ્તક આપી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. વધુમાં અધ્યક્ષે શાળા સંચાલન સમિતિ, વાલીઓ અને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. અધ્યક્ષે કાંજણ પ્રાથમિક શાળામાં ૮કુમાર અને કન્યાઓને ધો. ૧માં, કુમાર અને કન્યાને આંગણવાડીમાં તથા ૪૧ કુમાર અને ૨૪ કન્યાઓને કપૂરા હાઇસ્કૂલમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે શાળા મૂલ્યાંકન કરાયું હતું.

વ્યારા તાલુકાના કાંજણ - કપૂરાની કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...