તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા બીજ નિગમમાં જૂની નોટોથી બિયારણ મળતા ખેડૂતોને થોડી રાહત

વ્યારા બીજ નિગમમાં જૂની નોટોથી બિયારણ મળતા ખેડૂતોને થોડી રાહત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
500અને 1000ના દરની નોટો કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી દેતા આમ આદમી સહીત જગતનો તાત ગણતા ધરતી પુત્ર પણ ચિંતામાં મુકાયા હતા. પરંતુ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાયલ દ્વારા રવિ પાકોની સીઝન માટે રાજ્યબીજ નિગમ કેન્દ્ર પરથી જૂની 500ની નોટો સ્વીકારી બિયારણ આપવામાં આવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાહત આપી છે. જેને લઇ તાપી જિલ્લાના વ્યારા ખાતે બીજ નિગમ પરથી ખેડૂતો જૂની નોટોથી બીજ મેળવી રહેતા રાહત થઈ હતી.

કેન્દ્ર સરકાર દ્વારા કાળું નાણું બહાર લાવવા અને ભ્રષ્ટ્રાચાર રોકવા માટે રાતોરાત 500 અને 1000ની દરોની ચલણી નોટો બંધ કરી દેવામાં આવતા કેટલાક ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ તેઓને મોટી રાહત આપતા સમાચાર પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાયલ દ્વારા રવિ પાકોની સીઝન માટે 100ના દરની ચલણી નોટોથી બિયારણની ખરીદી પર છૂટ આપતા બીજ નિગમના ખાતેદાર ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. દક્ષીણ ગુજરાતના પાંચ જિલ્લાઓ પૈકીનું એક માત્ર વ્યારા ખાતે આવેલ ગુજરાત બીજ નિગમ દ્વારા જૂની 500ની નોટો લઇ ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રવિ સીઝન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઘઉં અને ચણાનું ઉત્પાદન કરવામાં આવે છે. અને તે પૂરતી માત્રામાં ખેડૂતોને અપાઈ રહ્યું છે. સાથો સાથ સુરત જિલ્લાના ખેડૂતોને સરળતા રહે તે માટે સુરતમાં પણ અલગ કેન્દ્ર શરૂ કરી ત્યાં બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોને હાલ રવિ પાકોનું બિયારણ ખરીદવામાં સરળતા રહશે. સાથે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં પણ બિયારણ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં જૂની 500ની નોટો સામે બિયારણ માત્ર તાપી જિલ્લાના વ્યારા ખાતેથી આપવામાં આવતું હતું. જેની પણ અલાયદા વ્યવસ્થા કરી સરકારે સુરત ખાતે અન્ય સેન્ટર શરૂ કરતા ત્યાંના ખેડૂતોને રાહત થઈ છે.

75 જેટલા ડીલરશીપ મારફતે પણ બીજ અપાઈ રહ્યાં છે

^હાલ સરકારના પરિપત્ર મુજબ જુના 500 દરના ચલણી નોટો સ્વીકારી બીજ નિગમમાંથી જરૂરિયાત મુજબ બીજ ખેડૂતો લઇ જઈ રહ્યા છે. તેમજ 75 જેટલા ડીલરશીપ મારફતે પણ બીજ અપાઈ રહ્યા છે. > આશિષભાઈલાડ, ગુજરાતરાજ્ય બીજ નિગમ વ્યારા બ્રાન્ચ

ખેડૂતોને હાલ રવિ પાકોનું બિયારણ ખરીદવામાં સરળતા રહશેે

વ્યારાખાતે કાર્યરત બીજ નિગમ દ્વારા 5 જિલ્લાઓ જેમાં તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત ખાતે દરેક તાલુકાના ખાતે અંદાજિત 75 જેટલી ખાનગી અને સહકારી સંસ્થાઓને ડીલરશીપ અપાઈ છે. જેના મારફતે ખેડૂતોને નિગમના બીજ મળી રહે હાલ સેન્ટરો પર વેચાણ ચાલુ છે જેથી ખેડૂતોને હાલ રવિ પાકોનું બિયારણ ખરીદવામાં સરળતા રહશે. સાથે દક્ષીણ ગુજરાતના અન્ય જિલ્લામાં પણ બિયારણ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

વાવણીનો સમય હોઈ નોટ રદ થતાં ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા હતા

75 જેટલા ડીલરશીપ મારફતે ખેડૂતોને સરળતાથી બીજ મળી રહે એવી વ્યવસ્થા કરાઈ

અન્ય સમાચારો પણ છે...