• Gujarati News
  • National
  • વ્યારા | ડોલવણતાલુકા મથકે વિશ્વઆદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં

વ્યારા | ડોલવણતાલુકા મથકે વિશ્વઆદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | ડોલવણતાલુકા મથકે વિશ્વઆદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો. ડોલવણ તાલુકા મથકે વિશ્વઆદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોમાં આદિવાસી નૃત્ય, આદિવાસી ગીતો, તેમજ આદિવાસી વાજિંત્રોમાં તુર, ઢોલ, ડોવડું અને ડીજે જેવા વાજિંત્રો વગાડી ને પ્રદર્શન ડોલવણ તાલુકા મથક ચારરસ્તા ખાતે કરવામાં આવ્યું હતું. આદિવાસી લોકો માં રહેલી વિવિધ કલાઓનું શાનદાર પ્રદર્શન લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે મોટી સંખ્યા માં લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા.

ડોલવણમાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

અન્ય સમાચારો પણ છે...