તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડોલવણની નવજોત આશ્રમશાળાના આચાર્ય વિરુધ્ધ છેડતીનો ગુનો નોંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલવણની નવજોત આશ્રમશાળાના આચાર્ય વિરુધ્ધ છેડતીનો ગુનો નોંધાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના ડોલવણ તાલુકાનાં પદમડુંગરી ગામે આવેલ નવજોત આશ્રમશાળાના આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષીય વિદ્યાર્થિનીને રાત્રે એકાંતમાં બોલાવી તેની શારીરિક છેડતી કરવામાં આવતા અંગે વાલીઓ દ્વારા ટ્રસ્ટને જાણ કરી આજરોજ ડોલવણ પોલીસ મથકે છેડતી કરનાર આચાર્ય વિરુધ્ધ ગુનો દાખલ કરતાં ચકચાર મચી જવા પામી હતી. ફરી એકવાર આચાર્ય દ્વારા વિદ્યાર્થિની છેડતી કરી શૈક્ષણિક સમાજને કલંકિત કરી દેતા ઠેર ઠેર ફિટકાર ઉઠી હતી.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનાં પદમડુંગરી ગામે આવેલ નવજોત આશ્રમશાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા નિલેશસિંહ ફતેસિંહ પરમાર (રહે.ઘાણી તા.ડોલવણ) દ્વારા ગત 4-7-2016 ના રોજ રાત્રે 11 કલાકે આશ્રમશાળામાં રહેતી 10 વર્ષીય માસૂમ બાળાને બોલાવી તેના કપડાં કાઢી શારીરિક છેડતી કરવામાં આવી હતી. જે બાબતે વાલીઓ દ્વારા આશ્રમશાળા ટ્રસ્ટને લેખિતમાં જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેના કારણે વાલી દ્વારા આજરોજ ડોલવણ પોલીસ મથકે આચાર્ય વિરુધ્ધ એટ્રોસીટી તથા પોકસો એક્ટની ફરિયાદ નોંધાઈ હતી. પ્રકરણમાં આરોપી આચાર્ય નિલેશસિંહ પરમારની અટક કરવામાં આવી હતી. બનાવ અંગે ડી.વાય.એસ.પી ભગીરથ ગઢવી તેમજ પોલીસ ટિમ પદમડુંગરી નવજોત આશ્રમશાળા ખાતે વધુ તપાસ હાથધરી છે.

નિલેશસિંહ પરમાર

વાલીઓએ આશ્રમશાળા ટ્રસ્ટને લેખિતમાં જાણ કરી હતી

10 વર્ષીય વિદ્યાર્થિનીની શારીરિક છેડતી થયાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો