- Gujarati News
- National
- ભાસ્કર િવશેષ | ગ્રામજનોએ જાતે જેસીબી લાવી રસ્તો અવરજવરને લાયક બનાવ્યો, નહેર વિભાગ દ્વારા યોગ્ય પ
ભાસ્કર િવશેષ | ગ્રામજનોએ જાતે જેસીબી લાવી રસ્તો અવરજવરને લાયક બનાવ્યો, નહેર વિભાગ દ્વારા યોગ્ય પગલાં ભરે જરૂરી છે
વ્યારાતાલુકાના કપુરા ખાતે સિંચાઈ વિભાગ દ્વારા નહેરના રસ્તા પરઆડેધડ માટી પુરાણ કરવાથી ગ્રામજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો દ્વારા રસ્તા પર અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. જેથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. ખેડૂતોએ ના છૂટકે સ્વખર્ચે જેસીબી મશીન દ્વારા રસ્તા મરામત કરાવી પડી રહી છે. નહેર વિભાગ દ્વારા તાકીદે યોગ્ય કામગીરી રસ્તાની મરામત કરાવી ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરાવે એવી માંગ ઉઠી છે.
વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મેઈન કેનાલની આજુબાજુ થોડા મહિના પહેલા વ્યારા સિંચાઈ વિભાગ દ્વારા માટી ખોદકામની કામગીરી કરી હતી. જે અંગે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે હોબાળો થયો હતો.
જોકે રસ્તા પુરાણની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. નહેર વિભાગ દ્વારા રસ્તા પર માટીનું પુરાણ કરી આપ્યું હતું. જોકે તેમાં નકરી વેઠ ઉતારી આવી હતી. જેના કારણે અહીંથી પસાર થતાં અકસ્માતનો ભય રહેલો હોય ઉપરાંત ખેતરમાંથી ખેતપેદાશ પણ બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે. નહેરનો રસ્તો જોખમી હાલત બની ગયો છે. જેના કારણે ગામજનો, વાહનચાલકો, ખેડૂતો અને વિધાર્થીઓની મુશ્કેલી વધી ગઈ છે. ગતરોજ પડેલા વરસાદના કારણે રસ્તો કાદવ કીચડ વાળો થઈ ગયો છે. જેથી રસ્તા પરથી પસાર થવું અશક્ય બની ગયું છે.
ખેડૂતો ભારે હાલાકી ભોગવી પોતાના ખેતરે જઈ રહ્યાં છે. પરિસ્થિતિથી કંટાળીને ખેડૂતોએ પોતાના ખર્ચે કાદવ કીચડનીને દૂર કરવા એકત્ર થઇ જેસીબી લાવી કીચડ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. વ્યારા સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા ખેડૂતોને પહેલા જોવો રસ્તો બનાવવી આપવામાં આવે એવી માંગ ઊભી થઈ છે.
સિંચાઇ વિભાગના ખોદકામથી સમસ્યા સર્જાઇ
ખેડૂતકલાણભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખોદકામને કારણે અમારો રસ્તા અત્યંત જોખમી બની ગયો છે. અમે અમારા ખેતરમાં જઈ શકતા નથી. જેથી અમારે સ્વખર્ચે કાદવ દૂર કરાવવો પડ્યો છે. આવી મોંઘવારીમાં આવો ખર્ચો પડતા પર પાટુ સમાન છે.
કપુરા ગામે ખેડૂતો દ્વારા કાદવ દૂર કરવામાં આવ્યો.
કપુરા પાસે આડેધડ માટી પુરાણથી માર્ગ કિચડિયો થયો