તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કીમમાં સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ માટે ઓપન ગુજરાત હાફ મેરેથોન યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમમાં સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ માટે ઓપન ગુજરાત હાફ મેરેથોન યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમપીએચ ઉમરાવ કોલેજ દ્વારા રિવવારના રોજ ઓપન ગુજરાત હાફ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તારની પ્રજામાં સ્વસ્થય સંબંધી જાગૃતિ લાવવાના હેતુ સાથે કોલેજ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર ઓપન ગુજરાત હાફ મેરોથોનનું વહેલી સવારે કોલેજ સ્થળેથી શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દોડવીરો, મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. દોડમાં 417 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વહેલી સવારે કીમવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનોમાં પ્રથમક્રમે વ્યારાના કુવેર ઉમેશ રહ્યાં હતાં. જ્યારે યુવતીઓમાં ભરૂચની દિવ્યા કોળી રહી હતી. વિવિધ કેટેગરીમાં દોડવીરોએ ભાગ લેતા તેઓને ઈનામો પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. કુલે 30 હજારના રોકડ પુરસ્કાર, બેગ, સર્ટી ફિકેટ અને ટ્રોફિ એનાયત કરવામાં આવી હતી. પ્રસંગે ગાંધીનગરથી રમત ગમત મેગેઝીનના તંત્રી ભૂપેન્દ્ર ક્ષોત્રિય સહિતના અગ્રણીઓ ઉપ્સથિત રહ્યાં હતાં. કોલેજના શા. શિક્ષણના પ્રાધ્યાપક અને કન્વીનર કેતન નિઝામાએ સમગ્ર મેરેથોનું સફળ સંચાલન કર્યુ હતું.

417 દોડવીરોએ જોડાયા, વ્યારાના કુવેર ઉમેશ પ્રથમ

કીમમાં યોજાયેલી ઓપન ગુજરાત હાફ મેરોથોનમાં ભાગ લેતા સ્પર્ધકો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો