તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડોલવણના બાગલપુર ખાતે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલવણના બાગલપુર ખાતે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડોલવણતાલુકાના બાગલપુર ગામે ગ્રામજનો દ્વારા દિવ્યભાસ્કરની વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત ગામમાં વિવિધ ફળફળાદિ અને ઉપયોગી વૃક્ષોના છોડનું વાવેતર કરી તેની માવજતની કાળજી લેવા સંકલ્પ કર્યો હતો. દર વર્ષે વધુને વધુ વૃક્ષો વાવેતર કરવાનું આયોજન કર્યુ હતું. ઉપરાંત દિવ્ય ભાસ્કરની એક વૃક્ષ એક જીવન અભિયાનને બિરદાવ્યું હતું.

ડોલવણ તાલુકા ના બાગલપુર દૂધ મંડળીના પ્રમુખ હસમુખભાઈ ગામીત અને ડેપ્યુટી સરપંચ મહેશભાઈ ગામીત સહીત વિવિધ ગ્રામજનો દ્વારા દૂધ માંડળી ખાતે એકત્ર થઈ દિવ્યભાસ્કરના અભિયાન સાથે જોડાઈને બાગલપુર પંથકમાં ખુલ્લા મેદાન તેમજ મુખ્ય માર્ગો અને દૂધ મંડળીની આસપાસ સહીત વિસ્તારોમાં ફળફળાદિ અને ઉપયોગી વિવિધ વૃક્ષોના છોડ રોપાઓ વાવેતર કર્યા હતાં. પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષઓ બાબતે માહિતી આપી હતી અને ગ્રામજનો દર વર્ષે વધુમાં વધુ વૃક્ષ વાવી તેની માવજત અંગે સંકલ્પ કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કરની એક વૃક્ષ એક જીવન અભિયાનને બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો