તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણેશની પ્રતિમાને 7મા દિવસે અશૃભરી આંખે વિદાય અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશની પ્રતિમાને 7મા દિવસે અશૃભરી આંખે વિદાય અપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવાકુમાર છાત્રાલયના બાળકો દ્વારા ગણેશની પ્રતિમાની સ્થાપના કરી પુજા અર્ચના કરી રવિવારના રોજ ધામધુમથી ઢોલ નગારાના તાલે ઝૂમી બાપ્પાને વિદાય આપી હતી.

મહુવા તાલુકાનાં ગામેગામ ગણેશજીની પુજા અર્ચના કરી ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાય છે. બાપ્પા ધીરે ધીરે હવે વિદાય લઈ રહ્યા છે. અનાવલ તેમજ આજુબાજુના ગામોની 40 થી વધુ શ્રીજીની પ્રતિમા શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જિત કરાયાબાદ રવિવારનારોજ મહુવા પંથકમાં આવેલ કુમાર છાત્રાલયમાં આશ્રમમાં રહેતા બાળકો દ્વારા સ્થપાયેલ દાદાનું વિસર્જન બાળકો દ્વારા અશ્રુભરી આંખે કરવામાં આવ્યું હતું. વિસર્જન માટે નીકળેલ બાપ્પાની યાત્રામાં આશ્રમશાળાના બાળકોની સાથે સાથે મહુવાના માજી સુરત જી.પં. 20મુદ્દા અધ્યક્ષ અનિલભાઈ પટેલ, રજનીશભાઈ દેસાઇ, અંકિતભાઈ બારોટ, અશોકભાઇ પટેલ, અજીતભાઈ ચૌધરી પણ જોડાયા હતા. અને નાચગાન અને ગુલાલની છોડ ઉડાડી ફટાકડા ફોડી દાદાને અશ્રુભરી આંખે વિદાય આપી હતી. અને આવતા વર્ષે જલ્દી આવવાની પ્રાર્થના કરી હતી. ઉપરાંત મહુવા તાલુકાનો અતિસંવેદનશીલ ગણાતું ભોરિયા ગામે પણ મહુવા પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં બાપાને ભક્તો દ્વારા વિદાઇ અપાઈ હતી.

મહુવા કુમાર છાત્રાલયના બાળકો દ્વારા ગણેશની પ્રતિમાને વિદાય

શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ.

શ્રીજીની પ્રતિમા વિસર્જન દરમિયાન છોકરીઓ ‘મરાઠામેળી’ પોષાકમાં

વ્યારામાં ઉમિયા શો મિલમાં યુનિટી મંડળ દ્વારા ગણેશજીનું વિર્સજન કરાયુું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો