• Gujarati News
  • National
  • શિવ પુજન, રૂદ્રાભિષેક, લઘુરૂદ્ર સહિતની ધાર્મિક વિધિથી વાતાવરણ ગૂંજી રહ્યું

શિવ પુજન, રૂદ્રાભિષેક, લઘુરૂદ્ર સહિતની ધાર્મિક વિધિથી વાતાવરણ ગૂંજી રહ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવ પુજન, રૂદ્રાભિષેક, લઘુરૂદ્ર સહિતની ધાર્મિક વિધિથી વાતાવરણ ગૂંજી રહ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવમંદિરોમાં ભારે ભીડ જામી રહી છે. ત્યારે વ્યારા સ્થિત ખોડિયારધામ મંદિર વૃદાંવન ધામ સોસાયટીમાં વ્યારામાં સવા લાખ રૂદ્રાક્ષનું મહા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના દર્શન માટે હજારો લોકો ઉમટી રહ્યાં છે. સુરતના ભાગવત આચાર્ય ભગીરથભાઇ શાસ્ત્રી, પારડી બાલાજી પાર્કના વિદ્વાન કર્મકાંડી ભૂદેવ વિપુલભાઇ વાળંગર, વિજયભાઇ વાળંગરની ટીમ દ્વારા શિવ પુજન, રૂદ્રઅભિષેક, લઘુરૂદ્ર સહિતની ધાર્મિક વિધિથી વાતાવરણ ગૂંજી રહ્યુ છે. શ્રાવણમાસમાં મહાશિવલિંગના દર્શનનું ખુબ મહત્ત્વ હોય છે.

વ્યારામાં સવા લાખ રૂદ્રાક્ષના શિવલિંગનાં દર્શન

અન્ય સમાચારો પણ છે...