• Gujarati News
  • વ્યારામાં પ્લોટ ઠગાઈ કેસમાં આરોપીઓ ભૂગર્ભમાં

વ્યારામાં પ્લોટ ઠગાઈ કેસમાં આરોપીઓ ભૂગર્ભમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાના તાડકુવા ખાતે રાધે પાર્ક સોસાયટીમાં મૂળ માલિકના પ્લોટો અન્યને વેચી દેવાયા હતા
વ્યારા નગરના તાડકુવા ખાતે આવેલ કે. કે. ડેવલોપર્સની રાધે પાર્ક સોસાયટીની જગ્યામાં વર્ષ ૨૦૦૨માં પ્લોટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે બે ઈસમો દ્વારા બે પ્લોટનું બુકિંગ કરાવી ડિપોઝીટ અને માસીક હપ્તા ભર્યા હોવા છતાં માલિક દ્વારા આ પ્લોટ અન્ય ઈસમોને વેચી દેતા બે દિવસ અગાઉ વ્યારા પોલીસ મથકે બે વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. એલસીબી દ્વારા ફરિયાદી પ ા તરફથી નિવેદનો લઈ તેમજ આરોપી તરફ તપાસ હાથ ધરતાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા નગર ખાતે મહાદેવ નગરના મોચી વાડમાં રહેતા કિશોરભાઈ અમૃતભાઈ બુંદેલા અને અન્ય એક ઈસમ દ્વારા વર્ષ ૨૦૦૨ દરમિયાન વ્યારા તાલુકાના તાડકુવા ગામની સીમમાં રેવન્યુ સરવે નં ૫૨, ૫૪, ૫૫, ૫૭ બ્લોક નં ૬૧ માં કે. કે. ડેવલોપર્સ તરફથી રાધે પાર્ક સોસાયટી બનાવી તેમાં પ્લોટીંગ કર્યા હતાં. જે પ્લોટીંગ નં ૧૪ અને ૧૬ ડિપોઝીટ ભરી ઉપર્ોત ઈસમોએ બુકિંગ કરાવ્યા હતાં. જેના રેગ્યુલર હપતાઓ ભરવા છતાં પાવરદાર ઘનશ્યામભાઈની મદદ લઈ કિશોરભાઈ અને અન્ય ઈસમોએ બુક કરાવેલા પ્લોટો ૧૬/૧૦/૨૦૦૮ના રોજ અન્ય ઈસમને વેચાણ કરાવી દેધા હતા.
જેને લઈ કિશોરભાઈ બુંદેલા તથા અન્ય ઈસમ દ્વારા પ્લોટના ડિપોઝીટ, માસિક હપ્તા તથા અન્ય રૂ.૫૨૫૦ મળી કુલે ૧,૩૭,૫૦૦ની કિંમતના પ્લોટો વેચાણ દસ્તાવેજ હોવા છતાં આ પ્લોટો મૂળ માલિકોની જાણ બહાર અલગ અલગ વ્યકિતને વેચી દેતા કિશોરભાઈ બુંદેલાએ ફૈઝલ અબ્દુલભાઈ કાપડીયા (સુરત) તથા ઘનશ્યામ બંશીભાઈ વૈષ્ણવ (બીડ, મહુવા) વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિડીની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ એલસીબીના પીઆઈ જી. જે. શેખને આપવામાં આવી હતી. જેમાં તપાસ કરતાં પીઆઈ દ્વારા ફરિયાદ પ ાો તેમજ અન્ય સંબંધીત ઈસમોના નિવેદનો લીધા હતાં. અને આરોપી પ ા તરફ તપાસ કરતાં તેઓ ઘરે ન મળી આવતાં હાલ તપાસને વેગ મળ્યો નથી.
આરોપીઓ ફરાર હોવાથી નિવેદન ન લેવાયું
શ્વ. જે. શેખ (એલસીબી પીઆઈ) નો ટેલિફોનિક સપંર્ક કરતાંવ્યારા ખાતે પ્લોટીંગ પ્રકરણમાં ફરિયાદી પ ાના નિવેદનો લેવાયા છે. આરોપી પ ા તરફ તપાસ કરતાં તેઓ ઘરે મળી ન આવતાં તેમના નિવેદનો લઈ શકાયા નથી. અને તપાસ ચાલુ છે.