તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાપી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા મૌન ધરણા કરવામાં આવ્યા

તાપી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા મૌન ધરણા કરવામાં આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય સંકલન સમિતી સંલગ્ન તાપી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતી દ્વારા આજરોજ ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નો જેવા કે 7મુ પગાર પંચ,આચાર્ય ભરતી, ટ્રાન્સપોટેશન એલાઉન્સ, પટાવાળા, ક્લાર્ક મહેકમની ભરતી તેમજ ચિત્ર વ્યાયામ શિક્ષક, ગ્રાન્ટની સમિક્ષા જેવા 21 મુદ્દાઓને પ્રાધા્ય આપવા હતાં. આવેદનપત્રમં આપ્યા છે.

અંગે મળતી વિગતો મુજબ આજરોજ તાપી જિલ્લામાં પાંચેય સંઘના પ્રમુખ મહામંત્રી, કારોબારી સભ્યો મળી કુલે 71 જેટલા કર્મચારીઓ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારને કલેકટ્ર કેચરી દ્વારા આપવામાં આવ્યું હતું. સાથેસાથે જિલ્લા શિક્ષણાધિકારીને કચેરી સામે 4થી 5 સમય દરમિયાન મૌન ધરણાનો કાર્યક્રમ રાખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવેદનપત્ર અને મૌન ધરણા કરી શિક્ષકોના તમામ પ્રશ્નો તાકીદે ઉકલવા માંગ કરી હતી. આમ આજરોજ સંકલ સમિતીના અધ્યક્ષ કેતન શાહ, પ્રમુખ બિમલભાઈ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ, મહામંત્રીધીરુભાઈ, પ્રવક્તા રૂચિરભાઈ, સહમંત્રી રમેસભાઈ તથા બીજાઅન્ય તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં હાજર રહી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. અને પડતર પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવાની માંગ કરી હતી.

સંઘના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ

અન્ય સમાચારો પણ છે...