તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા રીસર્વેનો વિરોધ

તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા રીસર્વેનો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રગુજરાત રાજયમાં આવતીકાલે કોગ્રેસ દ્વારા રીસર્વેની કામગીરીમાં જમીન માપણીમાં સરવે નંબર તેમજ ક્ષેત્રફળમાં ગોટાળાઓ થયા છે તેની વિરુદ્ધના રોજ તાપી કોંગ્રેસના માજી કેન્દ્રીય માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરી, વ્યારા ધારા સભ્ય પુનાજી ગામીત સહીત વિવિધ કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં થયેલ રીસર્વે કામગીરીમાં વેઠ ઉતારી ખેડૂતોની કિંમતી જમીનોના રાતો રાત ક્ષેત્રફળ ઓછા-વધારે થઈ ગયા છે. કેટલાક ખેડૂતોની જમીનોમાં આજુબાજુના ખેડૂતોને ઘુસાડી દેવામાં આવ્યા છે, જેને લીધે લોકોને ખેતરોના ક્ષેત્રફળમાં વાદવિવાદો વધી જશે. સરકાર દ્ગારા સંપાદીત કરેલ જમીન, નવા તળાવૌ,ચેકડેમ, ડેમ, નવા સરકારી રસ્તાઓ, ગાડી માર્ગ, સરકારે હેતુફેર કરેલ જમીનો,નવી શરતમાંથી જુની શરતમા ફેરવેલ જમીન વગેરેના હુકમોના આધારે લેન્ડ રેકર્ડ દુરસ્ત કરવા જોઇએ તે કરેલ નથી. જમીનોના ક્ષેત્રફળમાં મોટાપાયે વધધટ થઈ છે. હાલ લેન્ડરેકૅડ વિભાગમાં કુલ ૪૧૦૦ ટેકનીકલ સ્ટાફની સામે ર૦૦૦ જગ્યાઓ ખાલી છે. હાલની માપણીને કારણે સ્ટાફથી ૫૦ વરસ સુધી વર્તમાન વહીવટીતંત્રએ બગાડેલ રેકોર્ડ સુધારી શકાય તેમ નથી.

તમામ પાસાઓ ધ્યાનમાં લઈ સર્વેની કામગીરી વિરુદ્ધ આજરોજ તાપી કોંગ્રેસ દ્વારા કલેકટર તાપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે હાલ સરકાર દ્વારા કરાયેલા સર્વેમાં અત્યંત બેદરકારી ના પગલે કેટલાય ખેડૂતોના જમીન ઓછી થઇ રહી છે.

વ્યારામાં કોંગ્રેસના કાર્યકરોએ સરવેની કામગીરીનો વિરોધમાં રેલી યોજી દેખાવો કર્યા હતા.

સમગ્ર ગુજરાતમાં રિસર્વેની કામગીરીમાં જમીન માપણી, સરવે નંબર તેમજ ક્ષેત્રફળમાં થયેલા ગોટાળાનો વિરોધ

રીસર્વેમાં ખેડૂતોના ખેતરોના ક્ષેત્રફળમાં ઘટાડો-વધારો, ખાતેદારોના નામની જમીનો જુના ખાતેદારોના નામે દર્શાવાઇ

અન્ય સમાચારો પણ છે...