• Gujarati News
  • National
  • આક્ષેપો કરનારા લોકો સાત દિવસમાં માફી માગે તો કાનૂની જંગ: એન.કે.અમીન

આક્ષેપો કરનારા લોકો સાત દિવસમાં માફી માગે તો કાનૂની જંગ: એન.કે.અમીન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંતાપી જિલ્લાના એસ પી એન કે અમીન પર કોંગ્રેસના વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત અને અન્ય નેતાઓ દ્વારા ધારાસભ્યોને પક્ષપલટો કરવા માટે કરોડોની રકમ આપ્યાના આક્ષેપ કરાયા હતા, જેના પગલે આજરોજ એસપી અમીને વ્યારા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આરોપકર્તાઓ સાત દિવસમાં માફી માંગે તો કાનૂની જંગ માટે તૈયાર રહેવા અમીને ચીમકી આપી હતી.

ગત 28મીના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત અને દિગ્ગજ નેતાઓ દ્વારા ધારાસભ્યોને પક્ષપલટો કરાવવા કરોડોની રકમ આપવાના આક્ષેપ કરાયા હતા, જેમાં વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત દ્વારા તાપી જિલ્લાના એસ પી એન કે અમીન દ્વારા તેમને 5થી 10 કરોડ રૂપિયાની ઓફર કરવાની અને ભાજપમાં જોડાવા લાલચ આપી હતી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે સીધી વાત કરી ‘ગોઠવાઈ જશે’નું જણાવાયું હતું. જેના પગલે આજે વ્યારા ખાતે એસપી એનકે અમીને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આરોપો ખોટા છે. તમામ આરોપો પાયાવિહોણા છે.

ગત તારીખ 21મીના રોજ હું કોર્ટ કાર્યવાહીના કારણે જે સંકલન મિટિંગની વાતો કરાઈ છે તે સંકલનની મિટિંગમાં હાજર રહ્યો નહોતો. વ્યારા ડીવાય એસપી ભગીરથ ગઢવીને તમામ પાવર આપી મોકલ્યા હતા અને વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતને હું ઓળખતો પણ નથી. સાથે પોતે રાજકીય માણસ નથી અને કોઈ રાજકારણ સાથે જોડાયેલો નથી.

વ્યારામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ

ધારાસભ્ય દ્વારા પક્ષપલટાના આક્ષેપો કરાયા બાદ એસીપીએ પ્રસે કોન્ફરન્સ યોજી

અન્ય સમાચારો પણ છે...