• Gujarati News
  • National
  • તાપી જિલ્લા નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાશે

તાપી જિલ્લા નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીતા. ૧૭/૦૩/૨૦૧૭ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર બી.સી પટણીની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ, પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતિ અને તાપી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરીષદની બેઠક યોજાશે.

બેઠકમાં જિલ્લાની પુરવઠા વિષયક બાબતોની ચર્ચા, ડાયરેકટ બેનીફીટ યોજના ઇન કેરોસીન અંગેની ચર્ચા, માં અન્નપૂર્ણા યોજના અન્વયે અગ્રતા ધરાવતા કુંટુંબમાં સમાવેશ માટે મળેલ અરજીઓના નિકાલ અંગે કમિટી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા તેમજ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુના જથ્થાની સમીક્ષા કરવામાં આવશે.

બેઠકમાં સંબંધકર્તાઓને જરૂરી વિગતો સાથે નિયત સમયે ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર બી.સી પટણી તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...