• Gujarati News
  • National
  • વ્યારામાં દેશનો પ્રથમ ઘનકચરાના નિકાલનો પ્લાન્ટ

વ્યારામાં દેશનો પ્રથમ ઘનકચરાના નિકાલનો પ્લાન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા દિન પ્રતિદિન પ્રગતિ કરતુ નગર છે. વ્યારા નગર ડોરટુ ડોર ઘન કચરાના નિકાલની વ્યવસ્થા માટે ગાર્બેજ કલેકશનની કામગીરી ચાલે છે. કચરો વ્યારા નગરના કણજા ફાટક પાસે આવેલી ડમપિંગ સાઈટ બનવાઈ છે. જ્યાં નગરપાલિકા અને કાકરાપાર દ્વારા એમઓયુ કરી વ્યારા નગર ખાતે દેશનું પ્રથમ ઘનકચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે રિસોર્સ રિકવરી સ્ટેશન સ્થપાશે.

વ્યારા નગર ખાતે વર્ષો જુના પ્રાણ પ્રશ્ન ગણાતા કણઝા ફાટક પાસે ઘન કચરાના નિકાલ માટે નગરજનોની માંગ હતી. જેના પગલે વ્યારા પાલિકા દ્વારા આયોજન કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન બનાવી દીધો હતો. સાથે ડમ્પિંગ સાઈટના ફરતે દીવાલ સહીત અંદર વિવિધ કામગીરી ચાલુ કરી દીધી હતી. જે દરમિયાન વ્યારા નગરપાલિકાના પ્રમુખ દિપાલીબહેન પાટીલ, ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ શાહ સહીત સભ્યો દ્વારા અને વૈજ્ઞાનિક ધર્મેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કરી ઝીરો વેસ્ટનો લેન્ડફીલ ખ્યાલને ચારિતાર્થ કરવા માટે ન્યુક્લિયર પાવર કોર્પોરેશનને પાલિકાના સોલિડ વેસ્ટ આયોજન સમગ્ર પ્રોજેકટ અંગે જાણ કરી હતી. જે અન્વયે એનપીસીઆઇએલ દ્વારા સીએસઆર ફંડ માંથી જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર માટે 49,26,000 નું માતબર ફંડ ફાળવ્યું હતું જે અંગે વ્યારા પાલિકા ના પ્રમુખ દિપાલીબહેન પાટીલ, કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ અને મનીષભાઈ પંચોલી સહીત અધિકારો દ્વારા કાકરાપાર ખાતે જય કાકરાપાર સાઇડ ડાયરેક્ટર વિનીત કુમાર અન્ય અધિકારીઓ એમ વી પરીખ, આલોક કુમાર, બી સુધીર સહીત અધિકારીની હાજરીમાં એમ યુ કરાયા હતા.

પ્રોસેસિંગ શેડ તથા સોલિડ વેસ્ટના રૂમ માટેનું ફંડ મળ્યું

વ્યારાનાકણઝા ફાટક પાસે નગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેટ સહયોગ માટે કાકરાપાર દ્વારા 49,26,000 લાખ રૂપિયાની ફાળવણી કરી હતી. જેમાં પ્રોસેસિંગ શેડ માટે 41,99,367 અને સોલિડ વેસ્ટ રૂમ માટે 7,26,689 રૂપિયાના ખર્ચે બનાવવા માટે ફંડ આપ્યું હતું.

વ્યારામાં પાલિકા ઘનકચરાનો નિકાલ કરવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.

કણઝા ફાટક નજીક પ્રોજેક્ટ બનશે, કાકરાપાર અણુમથક દ્વારા પાલિકા સાથે 49 લાખના ફંડના એમઓયુ

અન્ય સમાચારો પણ છે...