• Gujarati News
  • National
  • તાપી જિલ્લાના 13 હજાર વિદ્યાર્થી ધો.10ની પરીક્ષા આપશે

તાપી જિલ્લાના 13 હજાર વિદ્યાર્થી ધો.10ની પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીતા. ૧૫મી માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા ખંડોને સી.સી.ટી.વી કેમેરાઓથી આવરી લેવામાં આવ્યા છે. વિજળી પાણી અને પરિવહનની તમામ વ્યવસ્થા સુચારૂ રૂપે પાર પડે મુજબની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જાહેર જનતાને અપીલ કરતા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલ હોય તો મદદરૂપ થવું. વાલીઓએ પણ તેમના બાળકો સમયસર પરીક્ષા આપવા કેન્દ્ર સ્થળે પહોંચે માટે મદદરૂપ થવું. પરીક્ષાઓ સંપૂર્ણ ગેરરીતી મુકત અને નિર્ભીક વાતાવરણમાં યોજાનારી હોય પરીક્ષાર્થીઓને અફવાઓથી દુર રહેવા અનુરોધ કર્યો છે. પરીક્ષા સંદર્ભે કોઇ પણ મુંઝવણ હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ેલ્પલાઇન નંબર: ૦૨૬૨૬-૨૨૧૬૨૪ પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...