પહેલા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરજનોનુંઆકર્ષણ કેન્દ્ર બન્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રામાં ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર જગન્નાથજી તેમના જ્યેષ્ઠ ભ્રાતા બલરામજી અને ભગીની સુભદ્રાજીના મોસાળ ગમનની સ્મૃતિમાં વીસવભારમાં ખાસ કરી જગન્નાથપુરીમાં પ્રતિવર્ષ રથયાત્રાનું આયોજન કરવમાં આવે છે. જે અંતગત ગત વર્ષથી તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે રથયાત્રાની શરૂઆત કરી દેવાઈ હતી. જે પરંપરા ચાલુ રહેતાં આજ રોજ રથયાત્રા વ્યારા નગર ખાતેથી ફડકે નિવાસ ખાતે આવેલ રાધા ક્રિષ્ણ મંદિરથી પાલિકા પ્રમુખ દીપાલીબેન પાટીલ સહિત મહેમાનો દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જે યાત્રા તેના રુટ પ્રમાણે નીકળી નગરના વિવિધ સ્થળો ફરી હતી. પ્રથમવાર ઢોલતાસાં સાથે નીકળેલી યાત્રા નગરજનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યાની સાથે વરસતા વરસાદ સાથે જય જગન્નાથના નાદથી નગર ગુંજી ઊઠ્યું હતું. સાંજે મહાદેવ સો મિલ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી રથયાત્રામાં આયોજકો દ્વારા ભવ્ય તૈયારીઓના પગલે મોટી સંખ્યામાં વ્યારા નગરજનો ઊમટી પડ્યા હતા. ગ્રામીણ વિસ્તારના ભક્તો પણ દર્શનનો લાભ લીધો હતો. તેમજ ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. તાપી પોલીસે ભક્તજનોને અગવડ સર્જાય તે માટે કાયદો વ્યવસ્થા સંભાળી હતી. શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

ભગવાનનીયાત્રાનો રુટ વ્યારાનગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નગરના ફડકે નિવાસ ખાતે આવેલા રાધાક્રિશ્નને મંદિરેથી પાલિકા પ્રમુખ દીપાલીબેન પાટીલ અને મહેમાનોના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. જે બાદ યાત્રા મુખ્ય માર્ગથી નીકળી હતી. જે યાત્રાનું સામૈયું સુરતી બજાર ખાતે પાલિકાના સભ્યો અને નગરજનો અને વણિક સમાજના આગેવાનો દ્વારા આરતી ઉતારી સ્વાગત કરાયું હતું. જે બાદ યાત્રા મુખ્ય માર્ગ થઇને સ્ટેશન રોડ પર મહાદેવ સો મીલમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર પાસે આરતી બાદ મહાપ્રસાદી લઈને ભક્તો છૂટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...