તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા નગર ખાતે સાંઈ કથાનો શુભારંભ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા નગર ખાતે સાંઈ કથાનો શુભારંભ કરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાનગર ખાતે પ્રસિદ્ધ સાંઈ કથાકાર બાબાનંદજી દ્વારા સાંઇબાબાના જીવન ચરિત્ર પર આધારિત સાંઈ કથાનું આયોજન કરાયું છે. જેની સોમવારએ પોથીયાત્રા નીકળી હતી.

સાઈ પરિવાર, વૃંદાવાદી તરફથી વ્યારા નગરમાં ૨૦-૦૩-૨૦૧૭ થી ૨૬-૦૩-૨૦૧૭ સુધી સાંજે ૫:૩૦ થી ૯:૩૦ સમય દરમિયાન ભવ્ય સાઈ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન યુગાવતાર ભગવાન શિર્ડી સાઈબાબાના જીવન ચરિત્ર ઉપર સાત દિવસ સુધી કથાનું શ્રોતાઓ શ્રાવણ કરી શકશે. સાઈ કથાની વ્યાસપીઠના વક્તા પદે વ્યારાના પ્રસિદ્ધ પારસી કથાકાર બાબાનંદજી પોતાની મધુર વાણીથી સાઈ કથાનું રસપાન કરાવશે. સાઈ પરિવાર વૃંદાવાડી ઘણા સમયથી વ્યારા નગરની વિવિધ હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ તથા તેમના સગાઓ માટે મફત ભોજન ટીફીન પોહચાડવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમના પ્રશંસનીય કાર્યમાં વેગ મળે તે ઉમદા હેતુથી સેવાના લાભાર્થે સાઈ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાની ભવ્ય પોથીયાત્રા દીપકભાઈ મહાલે, આર્જવ એનક્લેવના ઘરેથી નિકળી વૃંદાવાડી જલારામ સર્વિસ સ્ટેશન પાસે કથાના સ્થળે પોહચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો