તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કડોદ | સંકલ્પચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૌધરી ડોક્ટર એસોસિયશન વ્યારા તથા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદ | સંકલ્પચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૌધરી ડોક્ટર એસોસિયશન વ્યારા તથા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડોદ | સંકલ્પચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૌધરી ડોક્ટર એસોસિયશન વ્યારા તથા મઢી સુગર ફેક્ટરીના સંયુક્ત ઉપક્રમે બાલદા ખાતે 19મીના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ચૌધરી ડોક્ટર એસોસિયેશનના મંત્રી વિલાસભાઈ ચૌધરીએ કર્યુ હતું. સૌને આવકાર્યા હતાં. તથા બાલદા ગામના આગાવનના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ મઢી સુગરના ચેરમેનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ચૌધરી ડોક્ટર એસોના પ્રમુખ ડો. રીતેશભાઈએ સમાજ માટે સમાજ સેવા કાર્યને આગળ ધપાવવા વચન આપ્યું હતું. ડો. સુરેશભાઈ, દ. ગુજરાત સમસ્ત ચૌધરી સમાજના પ્રમુખ પણે કાર્યને બિરદાવી ચૌધરી સમાજનો પુરો સહોયગ મળશે એની ખાતરી આપી હતી. કેમ્પમાં 600 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો. જેમાં ઈસીજી, લેબોરેટરીની સુવિધા કેમ્પમાં ઉપલબ્ધ કરાવી હતી. ઈકો, સહિતના ટેટ્સટ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવ્યું હતું. ચૌધરી સમાજના 40 જેટલા કાર્યકરો પોતાની સેવા આપી હતી. આંખનો મોતિયાના ઓપરેશન એજ દિવસે તેજસ હોસ્પિટલમાં કરાવમાં આવી હતી.

મઢીમાં યોજાયેલા કેમ્પનો 600 દર્દીઓએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો