તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા નગર પાલિકા દ્વારા ‘સ્વચ્છ વ્યારા’ એપ લોન્ચ કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા નગર પાલિકા દ્વારા ‘સ્વચ્છ વ્યારા’ એપ લોન્ચ કરવામાં આવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાનગર પાલિકા વ્યારા નગરજનોની સુવિધા માટે નવા નવા પ્રોજેક્ટ અને સુવિધા ઉપલ્ભધ કરાવી રહી છે. આજથી વ્યારા નગરજનો માટે નગરપાલિકાએ સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી હતી. જેને આજરોજ વિધિવત રીતે લોન્ચ કરી નગરજનોના ઉપયોગ માટે શરૂ કરાઈ હતી. વ્યારા નગર ખાતે કાર્યરત નગર પાલિકા દ્વારા વ્યારા નગરના રહીશોની સુવિધા વધે માટે નવા નવા આયોજન કરી રહી છે. હાલ મોબાઈલ યુગમાં વ્યારા નગરપાલિકાએ નગરજનોની ફરિયાદના નિરાકરણ માટે સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી હતી. સોમવારના રોજ ચીફઓફિસર શૈલેષભાઇ પટેલ અને વ્યારા પાલિકાના પ્રમુખ દિપાલીબહેન પાટીલ સહીત વિવિધ નગરપાલિકાના હોદેદારો દ્વારા વિધિવચ રીતે લોન્ચ કરવામાં આવી હતી. પ્રસંગે ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલે જણાવ્યું કે વ્યારા નગરજનો વધુમાં વધુ એપનો ઉપયોગ કરે જરૂરી છે. એપ્લિકેશનમાં નગરજનો પોતાના વિસ્તાર અથવા વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સ્વછતા, પાણી અને સ્ટ્રીટલાઈટ બાબતની ફરિયાદ કરી શકશે. જે બાદ નગર પાલિકા દ્વારા ફરિયાદની નોંધ કરી તેના નિરાકરણ માટે પ્રયત્નો હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો