• Gujarati News
  • National
  • વ્યારા વિદ્યાકુંજ વિદ્યાલય શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

વ્યારા વિદ્યાકુંજ વિદ્યાલય શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | 21 ફેબ્રુઆરીના દિવસને યુનેસ્કો દ્વારા ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે તરીકે જાહેર કરેલ છે.જેને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે કલા નિકેતન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વીરપુરની માધ્યમિક શાળામાં 9 થી 12 ના બાળકોને માતૃભાષા વિશેની સમજ સાથે વક્તૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો કરી ઉજવવામાં આવ્યો. લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેકટર કેતનભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને આપણા ગુજરાત રાજ્યની માતૃભાષા ગુજરાતીના ગૌરવ અને અસ્મિતા જાળવવા તથા 1થી 12 ધોરણનું શિક્ષણ હંમેશાં માતૃભાષામાં જ લેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...