તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉનાઇથી 2 લાખથી વધુનો દારૂ ઝડપાયો

ઉનાઇથી 2 લાખથી વધુનો દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાપોલીસે 2 લાખ રૂ.23,200 નો ઇંગ્લીશ દારૂ ભરેલી સ્કોર્પીયો સાથે બે આરોપીની ધરપકડ કરી વાંસદા પોલીસ રાત્રે ઉનાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન ખાનગી બાતની મળી હતી કે ધરમપુર વાંસદા થઇ વ્યારા સાઇડ એક સફેદ કલરની સ્કોર્પીયોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નિકળવાની છે. બાતમીના આધારે નાકાબંધી કરતા 2 લાખ રૂ.23,200 નો દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

વાંસદા પોલીસ મથકેથી પ્રાપ્ત માહીતી મુજબ વાંસદા પોલીસ રાત્રે ઉનાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્કોર્પીયો નં.જીજે.15.બીઇ.7857માં બે ઇસમો દમણ વિસ્તારમાંથી દારૂ ભરી ધરમપુર વાંસદા થઇ ઉનાઇ વ્યારા તરફ નિકળવાનો છે દરમિયાન વાંસદા પોલીસ ટીમ ઉનાઇ ખંભાલીયા હાઇવે રોડ ઉપર ખંભાલીયા ચાર રસ્તા પોલીસ સ્ટાફ સાથે નાકાબંધી કરતા બાતમી વાળી સ્કોર્પીયો ગાડીમાં બેસેલા બે ઇસમો નાસી જવા માટે પ્રયત્નો કરતા બે ઇસમોને સ્કોર્પીયો ગાડી સાથે ઝડપી પાડ્યા હતા. વાહનમાં તપાસ કરતા ઇંગ્લીશ દારૂની નાની મોટી 3792 નંગ બોટલ જેની કિંમત 2 લાખ, મોબાઇલ 4 નંગની કિંમત 2 હજાર કુલ મળી 7 લાખ 25,200 રૂપિયાનાં મુદ્દામાલ સાથે બે આરોપી જયેશ ઉત્તમભાઇ કોળી પટેલ રહે.સરોધી સીગા ફળિયા પારડી વલસાડ,ધર્મેશ ચંદુભાઇ ધો.પટેલ રહે.ઉદવાડા ઝરી ફળિયા પારડી, વલસાડને ઝડપી લઇ વાંસદા પોલીસ પ્રોહી એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ સેકન્ડ પી.એસ.આઇ એમ.એલ.સાલુકે કરી રહયા છે.

વાંસદા પોલીસ ઉનાઇ પાસેથી દારૂ ભરેલી સ્કોર્પીયો નજરે પડે છે.

દારૂ સાથે સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, બેની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...