• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | પાસ કાઢનારાઓની સંખ્યા મર્યાદિત હોવાને કારણે વિદ્યાર્થીઓએ શિક્ષણ પડતું મૂકી પાસ ક

ભાસ્કર િવશેષ | પાસ કાઢનારાઓની સંખ્યા મર્યાદિત હોવાને કારણે વિદ્યાર્થીઓએ શિક્ષણ પડતું મૂકી પાસ કઢાવવા લાઈનોમાં ઉભા રહેવું પડે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાની વિવિધ શાળાઓમાં દૂર-દૂરના અંતરિયાળ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓને એસ.ટી. બસના પાસ હજુ સુધી મળતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે, એસ.ટી. પાસ સમયસર નીકળવાના કારણે રોજ બરોજ ભાડું ચૂકવી આવનાર વિદ્યાર્થીઓ ગરીબ આદિવાસીઓ હોવાને કારણે રોજ બરોજનું ભાડું કારમી મોંઘવારીમાં કાઢવા સક્ષમ હોવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર થવા પામી છે.

નવા સત્રની શરૂઆત થયાને એક માસનો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી એસ.ટી. તંત્ર વિદ્યાર્થીઓને પાસ કાઢી આપવામાં નબળું પુરવાર થયું છે. રોજેરોજ સવાર પડતાં વિદ્યાર્થીઓ આવે અને એસ.ટી. કર્મચારીઓ પાસ કાઢવામાં અખાડા કરી રહ્યા છે. વ્યારા ખાતે અંતરિયાળ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ વ્યારા ખાતે વિવિધ શાળાઓમાં અભ્યાસ કરવા આવે છે. શાળામાં રજા મૂકી વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે નવા બસ સ્ટેશન પર જઇ આખો દિવસ ઊભા રહેવા છતાં એસ. ટી. કર્મચારીઓ ઓછા હોવાને કારણે વિદ્યાર્થીઓના પાસ નીકળતા નથી. જે વિદ્યાર્થીનો પાસ નીકળે તે વિદ્યાર્થીના મોઢા પર લોટરી લાગી હોય તેવી ખુશી દેખાય છે. વિદ્યાર્થીઓને પાસ નીકળતાં તેમના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.

તાપી જિલ્લા માધ્યમિક શિક્ષકે સંઘના ઉપપ્રમુખ રુચિર દેસાઈની એસ.ટી. તંત્રમાં વારંવારની રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. ગામડાના ગરીબ વાલીઓ કારમી મોંઘવારીમાં રોજે રોજ ભાડું લાવે તો ક્યાંથી લાવે જેથી વિદ્યાર્થીઓ પાસના અભાવે શાળાએ આવવાનું પણ મુલતવી રાખે છે. એસ.ટી.તંત્રની આવી આડોડાઈને કારણે ગરીબ વિધાર્થીઓ શિક્ષણથી વંચિત રહે તે ક્યાંનો ન્યાય કહેવાયω આવી રીતે ગરીબ વિદ્યાર્થીઓને રંજાડવાનું કામ કરનારા એસટી તંત્રે તાકીદે સ્ટાફ વધારો કરી વિદ્યાર્થીઓને સરળતાથી પાસ મળે તે અંગે તાકીદે પગલાં લેવા જરૂરી છે, શાળા કોલેજોમાં એસટીના કર્મચારીઓએ અગાઉથી યોગ્ય દિવસ નક્કી શાળા કોલેજોમાં જઈને પાસ કાઢી આપવા જરૂરી કાર્યવાહી કરે તે વિધાર્થીઓના હિતમાં રહેશે.

એસટી બસનો પાસ કઢાવવા કલાકો સુધી લાઇનમાં ઉભેલા વિદ્યાર્થીઓ.

ST પાસના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર