• Gujarati News
  • વ્યારામાં ટાઉન પ્લાનિંગની બેઠક મળતા કામ ટલ્લે

વ્યારામાં ટાઉન પ્લાનિંગની બેઠક મળતા કામ ટલ્લે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનગર પાલિકા ખાતે ગતરોજ ટાઉન પ્લાનિંગની બેઠક નગર નિયોજક હાજર રહેતા મિટિંગમાં કામો થઈ શક્યા હતાં. તેમજ છેલ્લા 8 મહિનાથી ટાઉન પ્લાનિંગ મિટિંગ મળતાં નગરના કામો અટવાયાની સાથે પ્રજાજનો દ્વારા ધરમ ધક્કા ખાવા પડ્યા હતાં. જેના પગલે સંબંધિત તંત્ર બાબતે ગંભીરતા દાખવી તાકીદે વ્યારા નગર પાલિકાનીટીપી મિટિંગનું આયોજન કરી છેલ્લા 8 માસથી અટવાય ગયેલા કામો પૂર્ણ કરે એવી માંગ ઉઠવા પામી છે.

તાપી જિલ્લા નગર નિયોજક તરીકેનો ચાર્જ સુરત નિયોજક વિભાગના અધિકારી ડી. કે. ગાવિતને આપવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં કાયમી નહીં મુકાતા કેટલાક સમયથી ઈન્ચાર્જના સહારે ગાડુ ગબડાવવે છે. જેના કારણ ટાઉન પ્લાનિંગના કામો પર અસર થાય છે. તાપી ટાઉન પ્લાનિંગ કમિટીમાં સરકારના સભ્ય તરીકે હોય તેમણે ટાઉન પ્લનિંગની મિટિંગમાં હાજર રહેવું પડે છે અને કામોની મંજૂરી અંગે નિર્ણય લેવાનો હોય છે. પણ તાપી ઈન્ચાર્જ મહાશય ડી. કે. ગાવિત આઠમાસથી મિટિંગમાં આવ્યા નથી. જેથી મિટિંગ આવી નથી. હાલમાં બાંધકામના મંજૂરીની ફાઈલો પેન્ડિંગ પડી છે.

ચીફ ઓફિસરને રજૂઆત

ટાઉનપ્લાનિંગનીમિટિંગ નહીં થતાં વ્યારા પાલકાના ટીપી ચેરમેન રાકેશભાઈ કાચવાલાએ જણાવ્યું કે ઈન્ચાર્જ તાપી નગર નિયોજક છેલ્લા ઘણા માસથી હાજર રહેતા મિટિંગ થઈ નથી. કામોની ફાઈલ પણ પેન્ડીંગ પડી છે. જે મે ચીફ ઓફિસરને ટાઉન પ્લાનિંગની મિટિંગ કરવા રજૂઆત કરી છે.