તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તાડકૂવા ગામે દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઇ

તાડકૂવા ગામે દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાતાલુકાના તાડકૂવા ગામે બાતમીના આધારે આરઆરસેલની ટીમે રેડ પાડીને એક મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી અને પોલીસે તેની પાસેથી 32100નો દારૂનો જથ્થો કબજે લીધો હતો. પોલીસે અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વ્યારા તાલુકાના તાડકૂવા ગામે આરઆરસેલની ટીમે બાતમી આધારે સરસ્વતિબહેન વિજયભાઈ ગામીતના ઘરે છાપો માર્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી પરપ્રાંત બનાવટની પાસ પરમીટ વગરની બિયર અને વ્હસ્કી કુલ 290 બાટલો મળી આવી હતી.

દારૂની કિંમત 32100નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. જ્યારે ઈંગ્લિશ દારૂનો જથ્થો પહોંચાડનાર ટીચકપુરાનો મુન્નાભાઈ ગામીતને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરઆરસેલ પોલીસે કાકરાપાર પોલીસમાં ફરિયાદ આપતાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.