તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સબ રજિસ્ટ્રારમાં કોમ્પ્યૂટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો

સબ રજિસ્ટ્રારમાં કોમ્પ્યૂટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના નિઝર તાલુકા ખાતે સબરજીસ્ટરની ઓફિસમાં કામ કરતો કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા એક ઈસમને બેંક લોન માટે જરૂરી કાગળો માટે મોર્ગેજ ડીઆઈડી બનવાવ માટે 1500ની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ તાપી જિલ્લા એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવતા કોમ્પ્યુટર ઓપરેટરને 1500ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.આ ઘટનાને પગલે સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અંગે પોલીસસૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તાપી જિલ્લાના નિઝર ખાતે રહેતા જયેશભાઇ ઉદ્ધવભાઈ પટેલને બેંકમાંથી લોન લેવા માટે મોર્ગેજ ડીઆઈડી કરવાનું હોય જે કામ માટે જયેશભાઇ નિઝર ખાતે સબરજીસ્ટરની કચેરી ગયા હતા. જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં રામનિવાસ વિજયસીંગ નાયક જે 2011માર્ચથી કોન્ટ્રાક ઉપર નોકરી કરતો હોય. જેમને જયેશભાઇને મોર્ગેજ ડીઆઈડી રજીસ્ટર કરી આપવા અને ડીઆઈડી અસલ દસ્તવેજ આપવા માટે 1500 રૂપિયાની લાંચ ની માંગણી કરવામાં આવી હતી.

જેને પગલે ફરિયાદી જયેશભાઇ દ્વારા તાપી જિલ્લા એસીબીનો સંપર્ક કરી પી આઈ જે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ નિઝરના રૂમકીતલાવ ખાતે લાંચની 1500ની રકમ સ્વીકારતા ઝડપાય ગયા હતા. જે અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...