• Gujarati News
  • તાડકૂવા ટ્રેન અકસ્માતમાં બીજા યુવાનની ઓળખ થઈ

તાડકૂવા ટ્રેન અકસ્માતમાં બીજા યુવાનની ઓળખ થઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનાતાડકૂવા ખાતે ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોત નીપજ્યા હતાં. જેમાં એક ઈસમની ઓળખ ગતરોજ થઈ હતી. જ્યારે બીજા ઈસમની ઓળખ માટે કાકરાપાર પોલીસે તજવીજ હાથ ધરી હતી.

કાકરાપાર પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મરનાર બીજા વ્યક્તિની ઓળખ રિતેશભાઈ જયેશભાઈ શાહ (ઉ.વ. 35) (રહે. કબુતર ખાના, વ્યારા) હોવાની થઈ હતી.

મરનાર યુવાનના પિતા વ્યારા નગર ખાતે કબૂતર ખાતા વિસ્તારમાં પ્રતિષ્ઠીત વેપારી છે. ઘટના અંગે કાકરાપાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.