• Gujarati News
  • વ્યારા કોલેજની NSSવાર્ષિકશિબિરનું ઉદ્દઘાટન કરાયું

વ્યારા કોલેજની NSSવાર્ષિકશિબિરનું ઉદ્દઘાટન કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટ્સએન્ડ કોમર્સ કોલેજ વ્યારાના એનએસએસ યુનિટના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા વાર્ષિક શિબિરનો ઉદ્દઘાન સમારંભ આશ્રમ શાળા ગડત ખાતે યોજાયો હતો. શિબિર દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રમ-સફાઈ, ચશ્મા શિબિર, રક્તદાન જાગૃતિ અને પર્યાવરણ જાગૃતિ સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો, બૌદ્ધિક વ્યાખ્યાનો, વિવિધ સ્પર્ધાઓ, કવિ સંમેલન, યોગ, પ્રભાતફેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સમારંભના અધ્યક્ષ અમરસિંહભાઈ ઝેડ. ચૌધરીએ વ્યારા કોલેજની શૈક્ષણિક અને સમાજ ઉપયોગી પ્રવૃતિને બિરદાવી દરેક યુવાનો માનવ સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી બની શકે તે માટે પ્રયતશીલ બને એવી શિબર વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના કેળવવામાં ખુબ ઉપયોગી બની શકે છે એમ જણાવ્યું હતું.

સમારંભના મુખ્ય મહેમાન અને વ્યારા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સહકારી ક્ષેત્રના આગેવાન પ્રવીણભાઈ ગામીતે શ્રેષ્ઠ અને સમૃદ્ધ ભારતના ઘડતર માટે યુવાનો ખુબ ઉપોયગી બની શકે છે અને તે માટે શાળા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે આવી તર પ્રવૃત્તિમાં ભાગ લઈ વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. એમ જણાવ્યું હતું. શિબિરને સફળ બનાવવા એન. એસએસના પ્રોગ્રામ ઓફિસરોને સફળ પ્રયત્નો કર્યા હતાં.