તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારાના નગરજનોની સુવિધા માટે ખાસ એપ્લિકેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાના નગરજનોની સુવિધા માટે ખાસ એપ્લિકેશન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાનગર પાલિકા વ્યારા નગરજનોની સુવિધા માટે નવા નવા પ્રોજેક્ટ અને સુવિધાઓ ઉપલ્ભધ કરાવી રહી છે. આજથી વ્યારા નગરજનો માટે નગરપાલિકાએ સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી દીધી હતી, જેના પગલે વ્યારા નગરજનોએ નગરમાં વિવિધ અસુવિધા બાબતે ઓનલાઇન ફરિયાદ કરી ઝડપી નિવારણ મેળવશે.

વ્યારા નગર પાલિકા નગરજનોની ફરિયાદ ના નિરાકરણ માટે સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન બનાવી હતી, જેને સોમવાર ના રોજ ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ અને વ્યારા પાલિકા ના પ્રમુખ દિપાલીબેન પાટીલ સહીત વિવિધ નગરપાલિકાના હોદેદારો દ્વારા વિધિવટ રીતે લોન્ચ કરવામાં આવશે. એન્ડ્રોઇડ મોબાઈલ ધારકો દ્વારા સ્વચ્છ વ્યારા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રેહશે આએપ્લિકેશનમાં નગરજનો પોતાના વિસ્તાર અથવા વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સ્વછતા, પાણી અને સ્ટ્રીટલાઈટ બાબતની ફરિયાદ કરી શકશે જે બાદ નગર પાલિકા દ્વારા ફરિયાદ ની નોંધ કરી તેના નિરાકરણ માટે પ્રયત્નો હાથ ધરશે.વ્યારા નગરપાલિકાની નવી સુવિધાના નગરજનોને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બની રહેશે.

વ્યારા નગરજનો રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે

એપમાં કેટેગરી હશે

વ્યારાનગરપાલિકા ની સ્વચ્છ વ્યારા ની એપ્લિકેશનમાં મૃત પશુઓ, કચરાપેટી સાફસફાઈ, કચરો સાફ થયો નથી, સ્ટ્રીટલાઈટ બંધ છે, પાણી લીકેજ છે,જાહેર શોવચાયલાયો બ્લોકેજ થયા છે, અપૂરતો પાણી પુરવઠો.કચરા નો ઢગલો બાબતો સહીત કુલ 14 જેટલી સમસ્યા ની વિવિધ ફરિયાદ કરી શકાશે.

વ્યારા નગરપાલિકા ની સ્વચ્છ વ્યારા ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઇડ મોબાઈલ ના પ્લેસ્ટોર માં જઈ સ્વચ્છ વ્યારા નામની એપ ડાઉનલોડ કરવી જે બાદ યુઝર દ્વારા પોતાનો મોબાઈલ નં એન્ટર કરી ઓટીપી જનરેટ કરવાની રહેશે ત્યારબાદ ફરિયાદ કરવા માટે પોસ્ટ યોર કમ્પ્લેન અથવા લીલું બટન પર ક્લિક કરવાનું રહેશે. ફરિયાદ સ્થળ ના ફોટો પાડવાનો અને ફરિયાદ અંગે માહિતી કેટેગરી પ્રમાણે મોકલી આપવાની રહશે. જે ફરિયાદ નગરપાલિકા ને મળી જશે તેમજ ફરિયાદ ના નિવારણ થવાની સાથે પરત મેસેજ મળશે જેથી ફરિયાદ કરનાર ને માહિતી મળી રહે.

અપડેટ | વ્યારા નગરપાલિકાની ખાસ સુવિધા નગરજનોને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બનશે

લોકોને પડતી 13 જેટલી અસુવિધા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકશે જેથી ત્વરિતપણે નિરાકરણ આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો