તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા સુગર કોલોનીનું 13 લાખનું વીજ બિલ બાકી રહેતાં DGVCLએ કનેક્શન કાપી નાંખ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા સુગર કોલોનીનું 13 લાખનું વીજ બિલ બાકી રહેતાં DGVCLએ કનેક્શન કાપી નાંખ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાસુગર ફેક્ટરી વિવિદો થી ઘેરાયેલી સુગર છે. એક પછી એક નવા નવા વિવાદો થતા રહે છે. તાજેતરમાં વ્યારા સુગર કોલોની ખાતે વીજ કંપનીનું અંદાજિત 13 લાખ રૂપિયાનું બિલ બાકી રહેતા જીઈબી દ્વારા કનેકશન કટ કરી દેવતા સુગર કોલોની રહેતા રહીશો અને વિધાથીઓની હાલત કફોડી બની જવા પામી હતી. જે અંગે AKSM દ્વારા વિવિધ સ્થાળોએ રજૂઆત કરી હાલ 20 દિવસ પૂરતા કનેકશન અપાયું હોવાનું જાણવા મળેલ છે.

આદિવાસી ખેડુતોની જીવાદોરી સમાન ઊકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઊદ્યોગ મંડળી લી. ના સભાસદ ખેડુતો અને કર્મચારીઓનુ જીવન કડવુ બન્યુ છે.દર વર્ષ ની જેમ વર્ષે પણ વ્યારા સુગર મા અનેક ખેડુતો ના નાણાં ફસાએલા છે તો બીજી તરફ પોતાની તનતોળ મહેનત થી વ્યારા સુગર ને ચલાવનારા કર્મચારીઓ ને પણ પોતાના હકના નાંણા મળ્યા નથી.

ઊપરથી સુગર અને કોલોની નું અંદાજિત 13 લાખ વીજ બિલ બાકી રહેતા જીઈબી દ્વારા વીજ જોડાણ કટ કરી દીધું હતું. વ્યારા સુગર કોલોની માં રહેનારા ૩૦૦ થી વધુ પરિવારો ના ઘરમા અંધકાર છવાયો છે કારણ વ્યારા સુગર ફેક્ટરી મા હાઈફેસ કનેક્સન ના કારણે આવતુ ઊંચુ વીજબીલ વ્યારા સુગર જે અધ્ધર તાલ બંદ હાલત મા હોવાથી ભરી શકાયુ નથી.અંદાજે ૧૩ લાખ જેટલી રકમ વીજબીલ તરીકે ના ભરાતા DGVCL દ્વારા વ્યારા સુગર ને વીજ પુરવઠો આપવાનુ બંદ કરી કનેક્સન કાપી દેવામા આવ્યુ હતુ જેથી વ્યારા સુગર કોલોની મા રહેનારા કર્મચારીઓ ના પરિવારો અંધકાર મા જીવન જીવવા મજબુર બન્યા છે.

હાલ શૈક્ષણિક સ્તરે ધરણ ૧૦ અને ૧૨ ના વિધ્યાર્થીઓ ની પરીક્ષા ચાલુ છે તેવામા અંધકારમાં રહેવા મજબુર વિધ્યાર્થીઓની સ્થિતિ ને લઈ ચિંતિત AKSM અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્વારા સંગઠન ના કાનુની સલાહકારો અને સભ્યો સાથે વાતચીત કરી હતી. જેના પરિણામે સરકારના ઉચ્ચ અધિકારીઓ સુધી સમગ્ર વાત પહુંચાડવામાં આવી અને માંગણી કરવામાં આવી કે તત્કાલ વ્યારા સુગર કોલોની મા બીનશરતી વીજજોડાણ કરી આપવામાં આવે જેથી વિધ્યાર્થીઓ ને અભ્યાસ માં તકલીફ પડે નહી. જેના પરિણામ સ્વરુપ વાતની ગંભીરતાને ધ્યાને લઈ શિક્ષણ પ્રધાને ઊર્જામંત્રી અને જરુરી અધિકારીઓ સાથે વાતચીત કરી ગણતરીના કલાકો મા વ્યારા સુગર કોલોની નુ વીજ પુરવઠો પુરુ પાડવાનુ શરુ કરી કર્મચારીઓનાં ઘરમા થી અંધકાર દુર કરેલ છે.

આજે જોડવામાં આવેલ વીજ જોડાણ હમણા તો વીસ દીવસ પુરતુ અર્થાત વિધાર્થી ઓની સુવિધાને ધ્યાને લઈને પુરુ પાડવામાં આવેલ છે.પરંતુ આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા તમામ પરિવારોને ૨૩ કલાક વીજ પુરવઠો મળી રહે તેમ કાર્યવાહી હાથ ધરી છે.સાથો સાથ વ્યારા સુગરનાં મુદ્દે બાકી નાંણાં જે કર્મચારીઓ અને ખેડુતોને ચુકવવાના થાય છે તે વહેલી તકે મળે તેમ કાર્યવાહી કરી આગળ વધી રહ્યુ છે.

AKSMની રજૂઆતથી હાલ 20 દિવસ જોડાણ અપાતા વિદ્યાર્થીઓને રાહત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો