તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘તલાટીથી સચિવાલય સુધી ભ્રષ્ટાચાર થાય માટે સરકાર કટિબદ્ધ છે’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘તલાટીથી સચિવાલય સુધી ભ્રષ્ટાચાર થાય માટે સરકાર કટિબદ્ધ છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાખાતે આયોજીત કાર્યક્રમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકાર સંપૂર્ણ પારદર્શકતા સાથે ચલાવવામાં આવી રહી છે. ગ્રામ્ય સ્તરે તલાટીથી લઇને સચિવાલય સુધી કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર નિર્ણાયકતા સાથે પણ ચાલી રહી છે કોઈપણ વસ્તુની ના પાડવી હશે તો ના પડી દેશે પણ એને લટકાવવામાં આવશે નહિ. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુઃખી એવી સરકાર છે. રાજ્યના કોઈપણ ખૂણે આદિવાસી, દલિતો કે પીડિતો માટે સરકારનું તંત્ર સંવેદનશીલ છે અને સરકાર વિવાદથી નહિ પરંતુ સંવાદથી ચાલે એવા પ્રયત્ન કરવામાં આવશે.

ઉપરાંત સીએમ રૂપાણીએ જમઆવ્યું હતું કે, આદિવાસી સમાજના પ્રશ્નો ઉકેલવા સરકાર દ્વારા અગ્રિમતા આપવામાં આવશે અને એની શરૂઆત થઇ ચુકી છે. રાજ્યમાં સિકલસેલ રોગથી પીડિત લોકોને રાજ્યસરકાર દ્વારા દર મહિને 500 રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરતા જણાવ્યું કે આના કારણે આવ રોગથી પીડિત લોકોને આર્થિક ટેકો મળી રહેશે. એમણે ગ્રામ્ય કક્ષાએ ચાલતી એકલવ્ય રેસિડન્સ સ્કુલમાં પુરા પગાર સાથે ઘટતા શિક્ષકોની તાત્કાલિક ધોરણે નવી ભરતી કરવા બાબતે જાહેરાત કરી હતી. સાથે આશ્રમ શાળાના બાંધકામ માં 90 ટકા જેટલી સહાય સરકાર કરશે અને નિવાસી શાળાઓને જ્યાં જરૂર હોય ત્યાં જમીન ફાળવવાની નીતિ પણ જાહેર કરી હતી. આદિવાસી વિસ્તારોમાં આવેલ ડ્ર્રાઈ હોસ્ટેલોમાં પણ જમવાની સુવિધા પુરી પાડવા સાથે શહેરોમાં સમરસ હોસ્ટેલો બનાવી એમાં અંદાજિત 10,000 વિધાર્થી ભાઈ બહેનો ને જમવા અને રહેવાની સગવડ પુરી પાડવા માં આવશે. રાજ્યમાં કોઈ પણ ખૂણે ચાલતા દારૂ અને જુગાર ના અડ્ડા બંધ કરાવવા આઇજી અને આઇપીએસ ને સૂચના આપી દીધી હોવાની પણ જાહેરાત કરી હતી

વ્યારા ખાતે આયોજીત કાર્યક્રમાં સીએમ વિજય રૂપાણીએ લોકોને સંબોધ્યા.

વ્યારાના કાર્યક્રમાં CM વિજય રૂપાણીનું ઉદબોધન

દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવા તંત્રને સૂચના આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો