તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા | વ્યારાતથા આજુબાજુના લોકોની આસ્થાના પ્રતિક સમાન પૌરાણિક મનકામેશ્વર

વ્યારા | વ્યારાતથા આજુબાજુના લોકોની આસ્થાના પ્રતિક સમાન પૌરાણિક મનકામેશ્વર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારાતથા આજુબાજુના લોકોની આસ્થાના પ્રતિક સમાન પૌરાણિક મનકામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિના દિવસે ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બપોરે 4.30 કલાકે મનકામેશ્વર મહાદેવ મંદિરથી શિવજીની ભવ્ય શોભાયાત્રા નિકળશે. જે રામજી મંદિર થઈ નગરના મુખ્ય માર્ગો ફરી અંબાજી માતાના મંદિર થઈ ફરીથી મનકામેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. શિવરાત્રિ નિમિત્તે ઘીના કમળની પણ સ્થાપના કરવામાં આવનાર છે. 8મી માર્ચના રોજ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

વ્યારાના મનકામેશ્વર મંદિરે શિવરાત્રિ રંગેચંગે ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...