• Gujarati News
  • National
  • તાડકૂવામાં 48 વર્ષીય વિધવા પર દુષ્કર્મ

તાડકૂવામાં 48 વર્ષીય વિધવા પર દુષ્કર્મ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારાતાલુકાના કાટગઢ ગામે ગામઠણ ફળિયામાં રહેતી 48 વર્ષીય વિધવા ગત સાંજે મજૂરી કામ પૂર્ણ કરી પગપાળા ઘરે જઈ રહી હતી તે દરમિયાન તાડકૂવા ગામની સીમાં ગૌચરમાં પસાર થતી વેળાએ એકલતાનો લાભ લઈ ઈસમે જમીન પર પછાડી બળજબરૂ પૂર્વક દુષ્કર્મ આચરતાં જેના પગલે વિધવા મહિલાએ બૂમાબૂમ કરતાં ગ્રામજનો ભેગા થતાં આરોપી ઈસમ ભાગી છૂટ્યો હતો.

વ્યારાના કાટગઢ ગામે ગામઠાણ ફળિયા ખાતે રહેતી અને વઘરકામની મજૂરી કરતી 48 વર્ષીય વિધવા મહિલા ગુરુવારના રોજ સાંજે વ્યારા પંથકથી ઘરકામપૂર્ણ કરી પરત સાંજે ઘરે જવા નીકળી હતી તે દરમિયાન તાડકૂવા ગામના ગૌચર ફળિયા પાસે પસાર થતી વેળાએ એકલતાનો લાભ લઈ વાસના લોલુપ બનેલા આશીષભાઈ વસંતભાઈ ગામીતે (રહે. તાડકૂવા ડુગરી ફળિયા) મહિલાનો હાથ પકડી સાડી ખેંચી જમીન પર પછાડી દુષ્કર્મ આચર્યુ હતું. જે દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતાં નજીકના સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતાં. ગ્રામજનોને જઈ આશીષ ગામીત ભાગી છૂટ્યો હતો. મહિલાને કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરતા આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...