તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિદ્યાર્થીઓ સાથે પરિવારને વ્યસન મુક્ત કરવું જરૂરી

વિદ્યાર્થીઓ સાથે પરિવારને વ્યસન મુક્ત કરવું જરૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે શાળામાં કાકરાપાર પોલીસ મથક દ્વારા વ્યારા ડીવાયએસપી ભગીરથ ગઢવીના અધ્યક્ષતામાં વ્યસન મુક્તિ શિબિર યોજાયો હતો. જેમાં શાળાના બાળકો સહિત ગ્રામજનો દ્વારા વ્યસન મક્તિ બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું.

ચીખલવાવ ગામે કાકરાપાર પોલીસ મથક દ્વારા ચીખલવાવ પ્રાથમિક શાળામાં વ્યશનમૂક્ત શિબિર યોજાઈ હતી. જેમાં વ્યારા ડીવાયએસપી ભગીરથ ગઢવી, કાકરાપાર પોસઈ બી. સી. સોલંકી તથા શાળાના આચાર્ય મુળજીભાઈ ચૌધરી તથા સરપંચ કુસુમબહેન ગામીત દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનોને વ્યસનમૂક્તિ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ડીવાયએસપ ગઢવી દ્વારા બાળકો સાથે વ્યસનમૂક્ત બાબતે ચર્ચા કરી તેમને વ્યસનમૂક્તમાં સહયોગ આપવા આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...