તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાર ચક્રીય વાહનોની નવી સીરીઝ પસંદગીના નંબરની હરાજી થશે

ચાર ચક્રીય વાહનોની નવી સીરીઝ પસંદગીના નંબરની હરાજી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહાયકપ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વ્યારા દ્વારા ચાર ચક્રીય વાહનોની રજીસ્ટ્રેશન માટે જીજે-૨૬ એન (GJ-26 N) નવી સીરિઝ તા. ૨૬/૧૦/૨૦૧૬થી શરૂ કરવામાં આવનાર છે.

નવી સીરિઝમાં પોતાની પસંદગીનો નંબર હરાજીથી મેળવવા માંગતા વાહન માલિકોએ તા. ૦૧/૧૦/૨૦૧૬ થી તા. ૨૫/૧૦/૨૦૧૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકથી સાંજે ૦૩:૦૦ કલાક સુધીમાં એક કવરમાં સાદી અરજી કરવાની રહેશે. જેમાં પસંદગીનો નંબર દર્શાવવાનો રહેશે. ઉપરાંત સી.એન.એ ફોર્મની નકલ,ફી ભર્યાની રસીદ તેમજ હરાજી વખતે જે પસંદગીનો નંબર મેળવવા જેટલી ઓફર કરવા માંગતા હોય તે રકમનો ડી.ડી એ.આર.ટી.ઓ વ્યારાના નામનો બેંક ઓફ ઇન્ડિયા કે બેંક ઓફ બરોડાની જોડવાનો રહેશે. ગોલ્ડન નંબર માટે રૂા. ૨૫,૦૦૦/- કે તેથી વધુ, સિલ્વરનંબર માટે રૂા. ૧૦,૦૦૦/-કે તેથી વધુ, અને અન્ય નંબર માટે રૂા. ૫૦૦૦/- કે તેથી વધુ રકમ ઓફર કરવાની રહેશે. સીલબંધ કવર પર માત્ર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, વ્યારા તથા હરાજી ક્રમાંક દર્શાવવાનો રહેશે. અન્ય કોઇ વિગતો દર્શાવવાની રહેશે નહિં. સી.ટી.એસ પ્રીન્ટેડ ડીમાન્ડ ડ્રાફટ માન્ય ગણાવામાં આવશે. એક નંબર માટે આવેલી અરજીઓમાં સૌથી વધારે રકમની ઓફર કરનારને નંબર ફાળવવામાં આવશે. ફાળવેલ નંબર વાહન માલિક અન્ય વાહનમાટે તબદીલ કરી શકશે નહિં. હરાજીમાં ભાગ લેનાર વાહન માલિકોએ તા. ૨૬/૧૦/૨૦૧૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે સહાયકપ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. જે અંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મિતેશભાઇ વસાવાએ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...