• Gujarati News
  • National
  • વ્યારા નમો હાઈટ્સને દબાણ હટાવવા નોટિસ

વ્યારા નમો હાઈટ્સને દબાણ હટાવવા નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલ્ડર દ્વારા 149.25 ચોરસ મીટરનું દબાણ કરી દેવાયું હતું

ભાસ્કરન્યૂઝ. વ્યારા

વ્યારાકાનપુરા વિસ્તારમાં નવનિર્માણ થઈ રહેલા નમોહાઈટ્સ બિલ્ડિંગના બાંદકામમાં વિકાસ પરવાનગી બાબતે નગરપાલિકાએ બાંધકામ બંધ કરવાની નોટિસ આપ્યા બાદ ગતરોજ વ્યારા નગર પાલિકાએ બાંધકામ કરતાં માલિકને સીટી સરવે નં 2840માં 149.25 ચોરસ મીટર બાંધકામ સરકારી જગ્યામાં દબાણ હોવાથી જેનેતાત્કાલિક દૂર કરવા જણાવતા નોટિસ ફટકારી હતી.

કાનપુરા વિસ્તારમાં સીટી સરવે નં 2847 (બ), 2849માં ધનસુખભાઈ એ. પંચાલ દ્વારા નમો હાઈટ્સ નામની બિલ્ડિંગ બનાવાઈ રહી છે. જેના બાંધકામ માટેની વિવિધ વિકાસની પરવાનગી નગરપાલિકા દ્વારા વિવિધ શરતો આધીન આપી હતી. ત્યારબાદ બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરી દેતા વિવાદ ઊભો થતાં જે અંગે નગરપાલિકામાં ફરિયાદ થઈ હતી. જે અન્વયે નગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરી જે દરમિયાન વિવિધ ક્ષતો નજરે પડતાં ગત બે દિવસ અગાઉ નગરપાલિકાએ લેખિતમાં નમો હાઈટ્સના બાંધકામ બંધ કરવા સૂચના આપી હતી.

ત્યારબાદ ગતરોજ ફરી નગરપાલિકાએ ફરી નમો હાઈટ્સના માલિક ધનસુખભાઈ પંચાલને લેખિતમાં નોટિસ આપી જણાવ્યું હતું કે સિટી સરવે નં 2840 જે સરકારી જમીન હોય જેમાં બેઝમેન્ટ માટે વધુ ખોદાણ કરી આરસીસીની દીવાલ બનાવી 149.25 ચો.મી નું દબાણ કરેલ છે. સરકારી જગ્યામાં દબાણ કરેલ છે. જે બિનઅધિકૃત હોય માટે નોટિસ મળ્યાને 30 દિવસમાં દૂર કરવા જણાવ્યું હતું. તેમજ નોટિસમાં મકાન બાંધકામની પરવાનગી રદ્દ કેમ નહીં કરવી તેનો ખુલાશો દિન 30માં કરવા નમો હાઈટ્સના માલિકને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...