• Gujarati News
  • National
  • ક્લીપ પ્રકરણમાં અજય રાજપૂતની ધરપકડ

ક્લીપ પ્રકરણમાં અજય રાજપૂતની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાંએનજીઓ અને શૈક્ષણિક સંસ્થા ચલાવતાં અજય રાજપૂતે ઓફિસમાં કામ કરતી એક યુવતી બળજબરીપૂર્વક ચુંબન કરતી હોય તેવી ક્લીપ એક વર્ષ અગાઉ બનાવી હતી. ક્લીપ થોડા દિવસ પહેલા વ્યારા પંથકમાં ફરતી થઈ છે, જેને લઈ વ્યારા પોલીસને અન્ય સંસ્થા દ્વારા ફરિયાદ કરી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે ક્લીપમાં નજરે પડતી યુવતીને શોધી કાઢી હતી અને બળજબરીપૂર્વક ક્લીપ ઉતારનારા અજય રાજપૂત તથા તેનો સાથ આપનાર યુવતી સામે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે બંને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, સમગ્ર પ્રકરણના પગલે નવનિર્માણ ટ્રસ્ટ અને ડેટાવર્લ્ડની સિટી મોલની 4 દુકાનોમાં તોડફોડ કરતાં પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. તેમજ ભીલીસ્તાન ટાઈગર સેનાએ આવતીકાલે તા.30ના રોજ વ્યારા બંધનું એલાન આપી દીધું છે.

અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત બુધવારની રાત્રિએ વ્યારા નગર ખાત નવનિર્મિત સેવા ટ્રસ્ટ અને અન્ય શૈક્ષણિક સંસ્થા ચલાવતાં ઈસમ અજયસિંહ સદનસિંહ રાજપૂત (રહે. રામજી મંદિરની બાજુમાં કાનપુરા, વ્યારા) તેની ઓફિસમાં કામ કરતી યુવતીને બળજબરીપૂર્વક બે વખત ચુંબન કરતી વેળાના દૃશ્યોની ક્લીપ અન્ય એક યુવતીની મદદથી બનાવી હતી.

વીડિયો ક્લીપ સોસિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. ગુરુવારે આદિવાસી કિશાન સંઘર્ષ મોરચાના પ્રમુખ રોમેલ સુતરીયાએ ઘટના અંગે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. પોલીસે ક્લીપમાં બળજબરીપૂર્વક ચુંબનના દ્રશ્યોનો ભોગ બનનાર યુવતીને તાત્કાલિક શોધી કાઢી રાત્રે તેની ફરિયાદ લીધી હતી. ત્યારબાદ તરત નવનિર્માણ ટ્રસ્ટના પ્રમુખ અજય રાજપૂત તથા ક્લીપ ઉતારનાર મરીયમ નંદુભાઈ ગામીત (28) (ચીખલદા, વ્યારા) વિરુદ્ધ ઈપીકો કલમ 354, 506 (2) એટ્રોસીટી સહિતની ફરિયાદ અન્વયે ઝડપી પાડ્યા હતા. સમગ્ર પ્રકરણની તપાસ એસટીએસસી સેલના ડીવાયએસપી એ. આર. બાગલેએ હાથ ધરી છે. વ્યારામાં આદિવાસી યુવતીની ક્લીપીંગ પ્રકરણના કારણે ખળભળાટ મચી ગયો છે.આ બનાવને પગલે લોકોએ ટ્રસ્ટની કચેરીમાં તોડફોડ કરી હતી.

અજય રાજપૂતની કરમકુંડળી

અજયસિંહસુદાનસિંહરાજપૂત આશરે 15 વર્ષ પહેલા વ્યારા નગર ખાતે આવીને સ્થાયી થયો હતો. અજય રાજપૂતે નવનિર્માણ સેવા ટ્રસ્ટ રજિસ્ટર નં E -4535 SURAT ની સ્થાપના કરી હતી. જે બાદ તેમણે ટ્રસ્ટ હેઠળ વિવિધ સેવાકીય કામો કરી નામના મેળવી હતી. તેણે નવજાગૃતિ સેવા ટ્રસ્ટની પણ સ્થાપના કરી હતી. ટ્રસ્ટ હેઠળ વ્યારા ખાતે અંદાજિત પાંચ વર્ષ પહેલા સિટીમોલમાં ડેટાવર્લ્ડ કોમ્પ્યૂટર એજ્યુકેશનની શરૂઆત કરી હતી. ગત તા.15 ઓગસ્ટ 2012ના રોજ નવજાગૃતિ સેવા ટ્રસ્ટ અંતર્ગત ખાસમંદબુદ્ધિના બાળકોની વિકલાંગ શાળા વ્યારાના તાડકૂવા વિસ્તારમાં શરૂ કરી છે. અજય રાજપૂત તાપી જિલ્લાના ભાજપના પ્રાથમિક પક્ષના સભ્ય તરીકે જોડાયેલો હોય તેમજ સુરત જિલ્લાના એક ભાજપી ધારાસભ્યના અત્યંત વિશ્વાસુ માણસ તરીકે તાપી જિલ્લામાં ઓળખ ઊભી કરી હતી.

ઉતારેલીવીડિયોક્લીપ એક વર્ષ જૂની હોવાની ચર્ચા

વ્યારામાંબેદિવસથી અત્યંત ચકચાર બનેલ ચુંબન વીડિયો ક્લીપ ઉતારનાર નવનિર્માણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અજય રાજપૂતે તેના સાથી મરીયમ ગામીત સાથે અંદાજિત એક વર્ષ પહેલા ઉતાર્યા હોવાની લોકચર્ચા ચાલી હતી.

આરોપીને જાહેરમાં ફટકારોની માંગ સાથે બે કલાક ચક્કાજામ

વ્યારા નગરખાતે છેલ્લા બે દિવસથી ચર્ચાનો વિષય બનેલ નવનિર્માણ ટ્રસ્ટના પ્રમુખ અજય રાજપૂત દ્વારા ઓફિસમાં કામ કરતી યુવતીને બળજબરીપૂર્વક ચુંબન કરતી ક્લીપ પ્રકરણમાં શુક્રવારે સાંજે 4.00 કલાકે આરોપી અજય રાજપૂત અને મરીયમ ગામીતને વ્યારા કોર્ટમાં લઈ જવાની તૈયારી કરાઈ રહી હતી, ત્યારે પંથકના આદિવાસી યુવાનો વિવિધ સંગઠનોના યુવાનો દ્વારા પોલીસ મથકની બહાર ઊભા રહી આરોપીને બહાર કાઢો, જાહેરમાં ફઠકારોની બૂમો પાડતા હતા. એક તબક્કે પોલીસ સ્ટેશનની બહાર મોટુ ઘર્ષણ થવાની શક્યતા દેખાઈ રહી હતી. કારણે તાપી જિલ્લાના પોલીસ કુમુકને વ્યારા ખાતે ખડકી દેવાઈ હતી. બે કલાકથી પ્રજાજનોએ પોલીસ મથકની બહાર વિરોધ ચાલુ રાખતાં સાંજે 7.15 કલાકે પણ આરોપીને બહાર લઈ જઈ શક્યો હતો. એક તબક્કે અકળાયેલા પ્રજાજનોએ વ્યારાના માર્ગો પર ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ યુવાનો દ્વારા ચક્કાજામ શરૂ કરી દેતા મામલો ઠાળે પડ્યો હતો. પોલીસે યુવાનોને સમજાવતા આખરે મામલો થોડો થાળે પડ્યો હતો.

એનજીઓ રદ કરવાની માગ

વ્યારામાંઆદિવાસીયુવતીને બળજબરીપૂર્વક ચુંબન કરવાના દૃશ્યો વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં અજય રાજપૂત વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો છે. અજય રાજપૂત વિરુદ્ધ કડક પગલાં ભરવા માટે નગરની વિવિધ આગેવાન મહિલાઓ દ્વારા વ્યારા પીઆઈ એસ. એલ. ભટ્ટને રજૂઆત કરાઈ છે. તેમજ દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ફેડરેશન દ્વારા જિલ્લા પોલીસવડાને અજય રાજપૂત વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરી હતી. સાથે વ્યારા નગરના મહિલા મોરચાના પ્રમુખ વનિતાબહેન ટંડેલ દ્વારા વ્યારા પીઆઈને લેખિતમાં રજૂઆત કરી છે અને એનજીઓ રદ્દ કરવા માટે પણ રજૂઆત કરી છે. દિવસ દરમિયાન સોસિયલ મીડિયા દ્વારા અજય રાજપૂત વિરુદ્ધ ટીકા ટીપ્પણી નો દોર ચાલુ રહ્યો હતો.

30મીએ બંધના એલાનના પગલે પોલીસની દોડધામ

ભીલીસ્થાનટાઈગરસેનાના પ્રમુખ ધવલ ચૌધરીએ કલેક્ટર તાપીને લેખિતમાં આવેદનપત્ર આપી જણાવ્યું કે આદિવાસી યુવતીને છેડતી કરી તેની ક્લીપિંગ બનાવી વાયરલ કરતાં આદિવાસી સમાજ કલંકિત કરી દેતા યુવતીને ન્યાય અપાવવા અને બીજી યુવતીનો ભોગ બને તે હેતુથી 30/5/2015ના રોજ વ્યારા બંધનું એલાન કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ વધી ગઈ હતી.

જેમાં વીડિયો ઉતારાયો તે મોબાઈલ પોલીસ પહોંચથી હજી પણ દૂર

વ્યારામાંટોકઓફધી ટાઉન બનેલા ક્લીપિંગ પ્રકરણમાં પોલીસે વિવિધ તપાસ હાથ ધરી હતી. જોકે, જે મોબાઈલથી ક્લીપિંગ ઉતારાઈ હતી, તે મોબાઈલ હજી પોલીસને મળ્યો નથી. તપાસ અધિકારી ડીવાયએસપી એ. આર. બાગલેએ જણાવ્યું કે પોલીસ દ્વારા વિવિધ ગ્રાઉન્ડ તૈયાર કરી બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, ત્યારબાદ હકીકતો બહાર આવશે. પોલીસ મોબાઈલ શોધવા મથામણ કરી રહી છે.

ટ્રસ્ટની ચાર ઓફિસમાં તોડ ફોડ થતાં પોલીસ બંદોબસ્ત

વ્યારામાંબળજબરીચુંબન પ્રકરણમાં બળજબરી ચુંબન કરનાર અજય રાજપૂત પ્રત્યે નગરજનો ભારે રોષ પ્રગટ કરી રહ્યાં છે. ક્રોધિત નગરજનોએ સીટીમોલ ખાતે નવનિર્માણ ટ્રસ્ટ અને ડેટાવર્લ્ડની ચાર દુકાનોમાં તોડફોડ કરી બેનરો ફાડી નાંખ્યા હતાં. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતને કાબૂમાં લીધી હતી. પોલીસ તંત્ર દ્વારા અજય રાજપૂતના ઘરે અને ઓફિસ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. દિવસભર પોલીસ મથકે અજય રાજપૂત સામે પગલાંની માગ સાથે ટોળા ઉમટી રહ્યાં હતાં.

વ્યારા ક્લિપિંગ પ્રકરણમાં લોકો રોષે ભરાયેલા લોકોએ તોડ ફોડ કરી અને પોલીસે કેસમાં મુખ્ય આરોપી અજય રાજપૂત, તેને સાથ આપનારી યુવતી જોવા મળે છે. જ્યારે આરોપીને કોર્ટમાં લઈ જતા સમયે પોલીસ બહાર નીકળતાં ટોળાંએ ધમાલ મચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...