• Gujarati News
  • વ્યારામાં મહિલા સંમેલન અને મેગા પ્રદર્શન સ્ટોલનું આયોજન

વ્યારામાં મહિલા સંમેલન અને મેગા પ્રદર્શન સ્ટોલનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા |વ્યારા ખાતે યોજાનારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા આમલીયા ગ્રાઉન્ડ ખાતે તા. ૦૧ મેના રોજ યોજવામાં આવનારા વિવિધ પ્રદર્શનોનો સૌને લાભ લેવા જિલ્લા કલેકટર બી.સી.પટણી દ્વારા અનુરોધ કરાયો છે. પ્રદર્શનોમાં આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, વ્યારા ખાતે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજાશે જેમાં અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મુકાશે. ઉપરાંત આમલીયા ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય વિભાગ, ડી.આઇ.એલ.આર, કૃષિ યુનિવર્સીટી, વાસ્મો, ડી.જી.વી.સી.એલ, સિંચાઇ વિભાગ, પંચાયત વિભાગ,પશુપાલન વિભાગ, વોટરશેડ અને મત્સ્યોદ્યોગ મળી ૨૨ પ્રદર્શન સ્ટોલ ખુલ્લા મુકાશે. પ્રદર્શન-કમ-વેચાણ સ્ટોલમાં વનવિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ટ્રાયબલ સબપ્લાન અને જિલ્લાના તેમજ જિલ્લા બહારના સખીમંડળના ૨૮ સ્ટોલમાં વસ્તુઓનું વેચાણ કરાશે.