• Gujarati News
  • જેસીગપુરા ગામે રાત્રિ દરમિયાન બે બાઈક સળગાવી દેવાઈ

જેસીગપુરા ગામે રાત્રિ દરમિયાન બે બાઈક સળગાવી દેવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાતાલુકાના જેસીગપુરા ગામે રહેતા એક ઈસમના ઘરે આંગણે પાર્ક કરેલી બે મોટરસાઈકલો આકસ્મીક રીતે સળગી જતાં જેને લઈ ~ 35000 નું નુકસાન થતાં આજરોજ ઈસમ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં વ્યારા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વ્યારા તાલુકાના જેસીંગપુરા ખાતે રહેતા પ્રકાશભાઈ જશવંતભાઈ ચૌધરી તેના પરિવાર સાથે રહી ખેતીકામ કરી જીવન ગુજારે છે. ગત 30મી માર્ચના રોજ રાત્રે ઘર આંગણે હીરોહન્ડા સ્પ્લેન્ડર નં (GJ-26F-7312) તથા બજાજ M-80 (GJ-19E-2252) પાર્ક કરી હતી. જે રાત્રે આકસ્મીક રીતે બંને મોટરસાઈકલ સળગી જતાં અવાજથી પરિવારજનો જાગી ગયા હતાં. આગ ઓલવવાનો પ્રયાસ કરે તે પહેલા આગની પ્રચંડ જ્વાળાઓ બંને મોટરસાઈકલો સળગી જતાં અંદાજિત 35000નું નુકસાન થતાં આજરોજ પ્રકાશ ચૌધરીએ વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આકસ્મીક આગનો ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ બાલુભાઈએ હાથ ધરી હતી. પોલીસની તટસ્થ તપાસ બાદ સાચી હકીકતો બહાર આવશે.