• Gujarati News
  • સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાત ગૌરવ દિનની ઉજવણીનું મુખ્ય આકર્ષણ

સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાત ગૌરવ દિનની ઉજવણીનું મુખ્ય આકર્ષણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસીબહુલ તાપી જિલ્લામાં અહીંના આદિવાસીઓની વિશિષ્ઠ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાત ગૌરવ દિનની ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહેશે એમ, જિલ્લા કલેકટર બી.સી.પટણીએ જણાવ્યું હતું.

ગુજરાત ગૌરવ દિનની ઉજવણીને અનુલક્ષીને કરવામાં આવનાર સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપવા માટે યોજાયેલી બેઠકમાં સૂર્યપુત્રીના સંતાનોનો વનવગડાનો ટહુકો શીર્ષક હેઠળ સમગ્ર સાંસકૃતિક કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ૧૩૦ આદિવાસી કલાકારો, ૪૦ નૃત્ય કલાકારો અને ૩૦ નાટકના કલાકારો સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં હોળીનૃત્ય, ડાંગી કહાડિયા નૃત્ય, વસાવા નૃત્ય, સીદી ધમાલ નૃત્ય સહિતના આદિવાસી નૃત્ય, તાપી જિલ્લાનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસને ઉજાગર કરતું નાટક અને નૃત્ય રજૂ કરવામાં આવશે. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂસંચાલન માટે ડૉ. કપિલદેવ શુકલને શૉ અને ક્રિએટિવ ડાયરેકટર, મેહુલભાઇ સુરતીને મ્યુઝિક ડાયરેકટર, મનિષભાઇ બરેલિયાને વિઝ્યુઅલ ડાયરેકટર અને કોરિયોગ્રાફર તરીકે ત્રિષાબેન શાહની નિમણુંક કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમોને મલ્ટીમીડીયાના માધ્યમથી રોચક અને લોકભોગ્ય બનાવવામાં આવશે. બેઠક દરમિયાન અધિક નિવાસી કલેકટર અર્જુનસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી મતી રસિલાબેન રાયકા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.કે.કલસરિયા, રમત-ગમત, યુવા અને સાંસકૃતિક વિભાગના અધિકારી કર્મચારીઓ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.