તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડોલવણના છેડતી પ્રકરણના આચાર્યને ફરજ મોકૂફ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલવણના છેડતી પ્રકરણના આચાર્યને ફરજ મોકૂફ કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના ડોલવણ ખાતે પદમડુંગરી ગામે આવેલી નવજોત આશ્રમ શાળાના આચાર્ય દ્વારા એક વિદ્યાર્થિનીની છેડતી કર્યાની ડોલવણ પોલીસ મથકે વિદ્યાર્થિનીના વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી. પ્રકરણમાં ડોલવણ પોલીસે આચાર્યની ધરપકડ કરી હતી. જેને આજરોજ આશ્રમશાળા સંચાલકો દ્વારા ફરજ મોકૂફ કરી દેવાયા હતા. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામે આવેલ નવજોત આશ્રમશાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નિલેશસિંહ ફતેસિંહ પરમાર (રહે., ધાણી, તા. ડોલવણ, જિ. તાપી) દ્વારા ગત 4 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે આશ્રમશાળામાં રહેતી 10 વર્ષીય માસૂમ બાળાને બોલાવી તેની છેડતી કરી હતી. જે અંગે બાળાના વાલીઓ ડોલવણ પોલીસ મથકે આચાર્ય નિલેશ પરમાર વિરુદ્ધ છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. બાદ તેની અટક કરાઈ હતી. પ્રકરણ સંદર્ભે નવજાગૃતિ સેવા મંડળ કાકડવાના પ્રમુખ અરુણ ચૌધરી દ્વારા મિટિંગ યોજી નવજોત આશ્રમશાળાના આચાર્ય નિલેશસિંહ પરમારને ફરજ મોકૂફ કરવાનો ઠરાવ કરી તેની નકલ આશ્રમશાળા અધિકારીને મોકલી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો