તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમગ્ર જિલ્લામાં મેઘમહેર ખેરગામમાં સવા બે ઇંચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીપંથકમાં ગઈકાલે શનિવારે દિવસે નહીંવત વરસાદ પડ્યો હતો. જોકે ગત શનિવારની રાત્રિએ સાધારણ ઝાપટા જરૂર પડ્યા હતા. નવસારીની સાથોસાથ જિલ્લાના તમામ તાલુકામાં ગતરાત્રે વરસાદ પડ્યો હતો. રાત્રિ દરમિયાન પડેલા વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં 4 મિ.મિ., જલાલપોરમાં 4 મિ.મિ., ગણદેવીમાં 18 મિ.મિ., ચીખલીમાં 23 મિ.મિ., વાંસદામાં 12 મિ.મિ. અને ખેરગામમાં 56 મિ.મિ. વરસાદ પડ્યો હતો. જોકે આજે રવિવારે સવારથી સાંજે 4 વાગ્યા દરમિયાન જિલ્લામાં નહીંવત વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં 1491 મિ.મિ., જલાલપોરમાં 1340 મિ.મિ., ગણદેવીમાં 1436 મિ.મિ., ચીખલીમાં 1541 મિ.મિ., વાંસદામાં 1601 મિ.મિ. અને ખેરગામમાં 1921 મિ.મિ. થયો છે.

અન્ય સમાચારો પણ છે...