તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી શહેરમાં બે બાઈકની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીશહેરમાં અલગ અલગ જગ્યાએથી બે બાઈક ચોરાયાની પોલીસમાં ફરિયાદ થઈ છે. શહેરમાં બાઇક ચોર ટોળકી ફરીથી સક્રિય થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે.

બાઇખ ચોરીની પ્રથમ ફરિયાદ મુજબ વિજલપોરના રામનગર-2માં રહેતા રાકેશ વશિષ્ટસિંગ રાજપૂતના છોકરાએ 9મી સપ્ટેમ્બરે બપોરના સમય દરમિયાન પોતાની બાઈક નવસારીમાં આશાનગર જનતા એપાર્ટમેન્ટની પાછળના રસ્તા ઉપર પાર્ક કરી હતી ત્યાંથી કોઈક ઈસમ બાઈક ચોરી ગયું હતું. કાળા કલરની સ્પ્લેન્ડર બાઈક (નં. જીજે-21-એએક્સ-3357) છે અને તેની કિંમત રૂ. 30 હજાર થવા જાય છે.

જ્યારે ચોરીની બીજી એક ફરિયાદમાં નવસારીના રાયચંદ રોડ વિસ્તારમાં રહેતા ઉત્તમ કાશીનાથ પાટીલે પોતાની બાઈક પોતાના ઘરની સામે જૈન દેરાસર પાસે મુકી હતી ત્યાંથી 23મીએ રાત્રિના સમયે કોઈ ઈસમ બાઈકની ચોરી કરી ગયો હતો. ચોરાયેલું બાઈક બજાજ કંપનીનું પ્લેટીના છે અને તેનો નંબર જીજે-21-બીબી-6868 છે.

અન્ય સમાચારો પણ છે...