તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા24 કલાકમાં સમગ્ર નવસારી જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. ખેરગામ વિસ્તારમાં તો મંગળવારે સવારના 4 કલાકમાં અંદાજે 3 ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો.

મંગળવારે સાંજે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારી સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછો-વધારે વરસાદ વરસ્યો હતો. જોકે સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં પડ્યો હતો. જ્યાં 24 કલાકમાં 106 મિ.મિ. (સવા ચાર ઈંચ) પાણી પડ્યું હતું. ખેરગામ તાલુકામાં રોપણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ડાંગરના પાક માટે રોપણીની કામગીરીમાં જોતરાયા છે. સોમવારે સાંજ પછી પણ વરસાદ વરસતા મંગળવારે પણ સતત વરસાદનું આગમન ચાલુ રહ્યું હતું. ખેરગામ બજારમાં ચાર રસ્તા તરફ જતા અંદરના રસ્તે પાણીનું તળાવ સર્જાતા લોકોએ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. જ્યારે આજુબાજુમાં આવેલા નદી-નાળા, તળાવ તથા ખેતરોમાં પણ વરસાદનું પાણી જોવા મળ્યું હતું. ખેરગામમાં સોમવારે સાંજે 6 વાગ્યા બાદ મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 22 મિ.મિ. વરસાદ તથા મંગળવારે સવારે 2 કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારે 8 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં મોસમનો કુલ વરસાદ 553 મિ.મિ. એટલે કે 22 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ડાંગરનુ બહોળુ ઉત્પાદન ધરાવતા ખેરગામ વિસ્તારમાં રોપણી લાયક વરસી રહેલા વરસાદને કારણે ખેતરો ક્યારીમાં પાણી પડતા રોપણીની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.

પ્રમાણસર અને ખેતીલાયક વરસાદ રોપણીમાં મદદરૂપ થઈ રહ્યો હોવાનું ખેડૂતોનું માની રહ્યા છે. મંગળવારે સવારે 6થી 10 વાગ્યા સુધી ચાર કલાકમાં 70 મિ.મિ. એટલે કે અંદાજે 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેરગામ વિસ્તારમાં ચારેબાજુ વરસાદ વરસાદ નદી-નાળા, ખેતરો પાણીથી ઉભરાતા રેલ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

ખેરગામ તાલુકા ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો હતો. ગણદેવી અને ચીખલી તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. હવે જ્યાં 24 કલાકમાં અનુક્રમે 3 ઈંચ અને પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. વાંસદા તાલુકામાં પણ 72 મિ.મિ. (અંદાજે 3 ઈંચ) વરસાદ પડ્યો હતો.

નવસારી પંથકમાં ગત સોમવારની રાત્રિએ સાધારણ ઝાપટા પડ્યા હતા. જોકે આજે મંગળવારે સવારથી સારા વરસાદની શરૂઆત થઈ હતી. સવારે 8થી 11 કલાક દરમિયાન નોંધનીય વરસાદ પડ્યો હતો. જલાલપોર તાલુકામાં પણ સમયગાળા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. મંગળવારે સાંજે 4 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 29 મિ.મિ. અને જલાલપોરમાં 30 મિ.મિ. (સવા ઈંચ) વરસાદ પડ્યો હતો. એક ઈંચથી સવા ઈંચ વરસાદ પડવા છતાં નવસારી અને વિજલપોર શહેરમાં કેટલીક જગ્યાએ માર્ગો ઉપર પાણી ભરાયા હતા. સારો વરસાદ પડવા છતાં સમગ્ર જિલ્લામાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની હતી.

નવસારી જિલ્લાનો વરસાદ

તાલુકો 24 કલાક કુલ

નવસારી29 400

જલાલપોર 30 380

ગણદેવી 78 382

ચીખલી 92 374

વાંસદા 72 589

ખેરગામ 106 616

વરસાદના આકડા મી.મી.

ખેરગામમાં મંગળવારે સાંજે પૂરા થતાં 24 કલાક સુધીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો

ખેરગામ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ખેતરો અને નાળામાં પાણી ભરાયા હતા. સારા વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

મેઘમહેર |સમગ્ર જિલ્લામાં સારો વરસાદ, નવસારીમાં સવા ઈંચ, ગણદેવી-વાંસદામાં 3-3 ઈંચ નોંધાયો

ચીખલી તાલુકામાંં પણ સારો વરસાદ રહેતા રસ્તા પર પાણી ભરાઇ ગયા, લોકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઇ

સાદડવેલની શાળામાં રજા આપી દેવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો