• Gujarati News
  • સગીરાનો ગર્ભ પડાવવા મદદરૂપ થનાર શખ્સની અટક

સગીરાનો ગર્ભ પડાવવા મદદરૂપ થનાર શખ્સની અટક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાવેસ્મા પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ગ્રામ્ય પોલીસે ગર્ભપાત કરાવવા ડોકટરને બોલાવી પુરાવાનો નાશ કરવામાં મદદરૂપ થનાર કાળાકાછા ગામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નવસારીના વેસ્મા પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રહી જતાં તે પડાવી નાંખી મામલો દબાવી દેવાનો હીન પ્રયાસ કરાતા વેસ્મા પંથકમાં હોહા થઈ ગઈ હતી. વાત બહાર આવતા સગીરાની માતાએ દુષ્કર્મ આચરનાર તથા તેને ગર્ભપાત કરાવવામાં મદદરૂપ થનારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના સંદર્ભમાં ગ્રામ્ય પોલીસે અગાઉ દુષ્કર્મ કરનાર શખ્સ તથા તેને મદદરૂપ થનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરા સાથે મુસ્લિમ યુવાને દુષ્કર્મ કર્યાની શંકાના આધારે તપાસ કરાવાઈ હતી.

જોકે ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતા ભ્રુણનું ડીએનએ કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરના ડીએનએ સાથે મેચ થાય છે તેવું બહાર આવ્યું હતું. એટલે કે ભ્રુણના બાયોલોજીકલ પિતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાનું ફલિત થયું હતું. જોકે, પ્રકરણમાં ગર્ભપાત કરાવવામાં અને ભ્રુણનો નાશ કરવામાં મદદરૂપ થયેલા કાળાકાછા ગામના અયુબ ઈબ્રાહિમ આલી (ઉ.વ.42) ની પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણમાં એક મુસ્લિમ પરિવારનું નામ પણ સામે આવ્યું હતુ, જેપૈકી એકની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે,ડીએનએ રિપોર્ટ આવતા સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉંચકાયો છે.