તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં 6 કાર ભાડે લઈ 23 લાખની છેતરપિંડી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

6જેટલી કાર ભાડે લઈ જઈ તે પરત આપી તથા ભાડાના પૈસા પણ આપનાર નવસારીના શખ્સ વિરૂદ્ધ 23 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જલાલપોરના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા ધર્મેશ જીવણભાઈ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 8/6/16થી 23/8/16ના સમયગાળા દરમિયાન તેમણે તથા તેમના જાણીતા શખ્સોની પાંચ જેટલી ઈનાવો ગાડી તથા એક મહેન્દ્ર એસયુવી કાર નવસારીના નાગતલાવડી વિસ્તારમાં રહેતા સંજય નારાયણ બાગલેને ભાડા પેટે આપી હતી. ગાડીઓના ભાડાની તથા ગાડીઓની ધર્મશભાઈ તથા અન્યોએ માંગણી કરતા સંજય બાગલેએ ભાડુ આપ્યું નથી અને કાર પણ પરત આપી નથી. સંજય દ્વારા ખોટા વાયદા કરવામાં આવે છે. આમ કુલ 6 કારની કિંમત અંદાજે રૂ. 23 લાખની છેતરપિંડી સંજય દ્વારા ધર્મેશ તથા તેના સાહેદો સાથે કરાઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જે કારો પરત કરાઈ નથી તેમાં ઈનોવા લાલ રંગ (નં. જીજે-21-એએ-8957, કિંમત રૂ. 4 લાખ), ઈનોવા ગ્રે કલર (નં. જીજે-21-એએચ-9373, કિંમત રૂ. 5 લાખ), ઈનોવા સિલ્વર (નં. જીજે-21-એમ-7479, કિંમત 4 લાખ), ઈનોવા સફેદ કલર (નં. જીજે-21-એએચ-3861, કિંમત રૂ. 2 લાખ), ઈનોવા સિલ્વર કલર (નં. જીજે-5-સીએમ-6675, કિંમત 3 લાખ) તથા મહેન્દ્ર કાર (નં. જીજે-16-બીબી-9109, કિંમત રૂ. 5 લાખ)નો સમાવેશ થાય છે. ફરિયાદની તપાસ નવસારી એલસીબીને સોંપવામાં આવી છે.

ભાડું આપ્યું કે કાર પરત આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો