આઈટીએ કાપડિયા મની ચેન્જર્સનાં ચોપડાં સીઝ કર્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાઆવકવેરા સરવેમાં કાપડિયા મની ચેન્જર્સને ત્યાંથી હજુ સુધી કાળુ નાણુ મળ્યું નથી પરંતુ ત્યાંથી ચોપડા સીઝ કરી આવકવેરા વિભાગના કર્મચારી લઈ ગયાની વાત જાણવા મળી છે.

નવસારીના બે મની ચેન્જરોને ત્યાં નવસારી આવકવેરા વિભાગની ટીમે સરવેની કામગીરી હાથ ધરી હતી. બુધવારે સાંજથી શરૂ થયેલો સરવે ગુરૂવાર સુધી ચાલ્યો હતો. સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ ગઈકાલે ગુરૂવારે યાકુબ મેમણ મની ચેન્જર્સ દ્વારા રૂ. 31 લાખ કાળા નાણાંની કબૂલાત થયાની જાણકારી બહાર આવી હતી. જોકે કાપડિયા મની ચેન્જર્સને ત્યાંની વિગતો ગઈકાલે ગુરૂવારે બહાર આવી નહતી. દરમિયાન આજે ગુરૂવારે કાપડિયા મની ચેન્જર્સ દ્વારા કાળુ નાણુ ડિસ્કલોઝ (કબૂલાત) કરાયું હોવાની જાણકારી બહાર આવી હતી. સાથોસાથ તેને ત્યાંથી ચોપડાઓ સીઝ કરી આવકવેરા વિભાગના કર્મચારી લઈ ગયાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...