તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જલાલપોર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા24 કલાક દરમિયાન સમગ્ર નવસારી જિલ્લામાં એકથી સવા બે ઈંચ જેટલો ખુબ સારો વરસાદ પડ્યો છે. સૌથી વધુ જલાલપોર તાલુકામાં 56 મિ.મિ. (સવા બે ઈંચ) નોંધાયો હતો.

ગઈકાલે ગુરૂવારે નવસારીમાં સાંજે 5 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો. જોકે 5 વાગ્યે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે વરસાદ પડ્યા બાદ રાત્રે પણ સમયાંતરે વીજળીના ભડાકા સાથે પડતો રહ્યો હતો. રાત્રિ બાદ આજે શુક્રવારે દિવસ દરમિયાન પણ સમયાંતરે પડતો રહ્યો હતો. નવસારીની સાથોસાથ જલાલપોર તાલુકામાં પણ ગતરાત્રે અને આજે દિવસે પણ વરસાદ પડ્યો હતો.

આજે શુક્રવારે સાંજે 4 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 47 મિ.મિ. અને જલાલપોર તાલુકામાં 56 મિ.મિ. (સવા બે ઈંચ) નોંધાયો હતો. નવસારી અને જલાલપોર તાલુકામાં ધોધમાર વરસાદ પડતા માર્ગો તથા કેટલાક રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા.

નવસારી અને જલાલપોર તાલુકા ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં 33 મિ.મિ., ચીખલીમાં 26 મિ.મિ., વાંસદામાં 53 મિ.મિ. અને ખેરગામમાં 31 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

નવસારી જિલ્લાનો મોસમનો કુલ વરસાદ

છેલ્લા24 કલાકમાં પડેલા સારા વરસાદને કારણે નવસારી જિલ્લાના તમામ તાલુકાના મોસમના કુલ વરસાદમાં પણ વધારો થયો છે. તાલુકાવાર વરસાદના આંક જોતા નવસારીમાં 1149 મિ.મિ., જલાલપોરમાં 1079 મિ.મિ., ગણદેવીમાં 1271 મિ.મિ., ચીખલીમાં 1355 મિ.મિ., વાંસદામાં 1497 મિ.મિ. અને સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં 1735 મિ.મિ. (69.50 ઈંચ) થઈ ગયો છે.

રાત્રિના વીજપુરવઠો ગાયબ થયો

ગતગુરૂવારની રાત્રિએ વીજળીના કડાકા સાથે વરસાદ પડતા નવસારી પંથકમાં મહત્તમ સ્થાને વીજળી વેરણ બની હતી. નવસારીના અનેક વિસ્તારમાં વીજ સપ્લાય આવજા થયો હતો. વિજલપોરમાં પણ ગતરાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો. વધુ મુશ્કેલી દાંડીરોડના ગામોમાં થઈ હતી. દાંડીરોડના અનેક ગામોમાં ગતરાત્રે બે વાગ્યા બાદ વીજડુલ થઈ હતી તે આજે શુક્રવારે દિવસે 11વાગ્યે વીજ પુરવઠો યથાવત થયો હતો.

24 કલાકમાં ગણદેવીમા 33,ચીખલીમાં 26, વાંસદામાં 53 અને ખેરગામમાં 31 મિ.મિ વરસાદ પડ્યો

વીજળીના કડાકા સાથે નવસારીમાં રાત્રે વરસાદ, માર્ગો તથા કેટલાક રહેણાક વિસ્તારમાં પાણી ભરાયા

મેઘ મહેર| શુક્રવારના રોજ નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદની મહેર રહી

અન્ય સમાચારો પણ છે...