વેસ્માથી પાઉડર ભરેલી ટ્રક ચોરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |જલાલપોર તાલુકાનાં વેસ્મા ગામે ખોડવલી ફળિયામાં ફિરોઝખાન રસીદખાન પઠાણ રહે છે.તેમણેપોતાની ટાટા એલ.પી. મોડેલની એક ટ્રક નંબર નં. જીજે.16.એક્ષ.6074 વેસ્મા સીમલકરોડ ઉપર ખોડવલી મહોલ્લો પારો મૂકી હતી.ટ્રકમાં સલ્ફેટ સોડિયમ પાવડર હતો.આ પાવડર ભરેલી ટ્રકની રાત્રીના સમયે કોઇ ચોરી કરી ગયું હતું.ટ્રકની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા તથા સોડિયમ સલ્ફેટ પાવડરની કિંમત અંદાજે 80 હજાર રૂપિયા મળી કુલ 4.80 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઇ હતી.આ અંગેની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...